PF New Rule/ એપ્રિલથી લાગુ થયો PF સંબંધિત નવો નિયમ, જાણો શું છે મહત્વપૂર્ણ ફેરફાર

એક કંપનીમાંથી બીજી કંપનીમાં સ્વિચ કરતી વખતે પીએફ ટ્રાન્સફર કરવું એ કર્મચારીઓ માટે મોટી મુશ્કેલી છે. પરંતુ હવે નોકરી બદલ્યા બાદ પીએફ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે.

Trending Business
Beginners guide to 2024 04 10T125608.089 એપ્રિલથી લાગુ થયો PF સંબંધિત નવો નિયમ, જાણો શું છે મહત્વપૂર્ણ ફેરફાર

એક કંપનીમાંથી બીજી કંપનીમાં સ્વિચ કરતી વખતે પીએફ ટ્રાન્સફર કરવું એ કર્મચારીઓ માટે મોટી મુશ્કેલી છે. પરંતુ હવે નોકરી બદલ્યા બાદ પીએફ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. PF (પ્રોવિડન્ટ ફંડ) સંબંધિત નવો નિયમ 1 એપ્રિલ, 2024થી અમલમાં આવ્યો છે. જો તમે પણ એવા લોકોમાંથી છો કે જેઓ નોકરી બદલવાનું વિચારી રહ્યા છે અથવા તો તમે પહેલીવાર નોકરી બદલી છે, તો આ નિયમ જાણવો જરૂરી છે.

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી નોકરી બદલતી વખતે, જૂની કંપનીમાં પીએમના પૈસા નવા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે એક ફોર્મ ભરવું પડતું હતું. પરંતુ હવે આવું કરવું પડશે નહીં. હા, હવે જ્યારે તમે નોકરી બદલો છો, ત્યારે તમારા પીએફના પૈસા આપોઆપ ટ્રાન્સફર થઈ જશે.

નવો નિયમ 1 એપ્રિલથી અમલમાં આવ્યો છે

નવા નિયમ મુજબ, એક કંપનીમાંથી બીજી કંપનીમાં નોકરી બદલવા પર, પીએફના પૈસા આપોઆપ ટ્રાન્સફર થઈ જશે. હવે આ માટે ફોર્મ 31 બદલવાની જરૂર રહેશે નહીં. જો તમે નાણાકીય વર્ષ 2024-25માં નોકરી બદલો છો, તો પીએફના નાણાં આપમેળે ટ્રાન્સફર થઈ જશે. એટલે કે જૂની કંપનીના પૈસા તમારી નવી કંપનીના ખાતામાં આપોઆપ આવી જશે.

PPF ખાતું શું છે?

EPF એ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ના કાર્યક્ષેત્ર હેઠળની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે બચત યોજના છે. EPF સ્કીમ મુજબ, કર્મચારી અને કંપની (એમ્પ્લોયર) બંનેએ આ સ્કીમમાં સમાન રકમ જમા કરાવવાની હોય છે. કોઈપણ કર્મચારી નિવૃત્તિ પર આ પૈસા એકસાથે ઉપાડી શકે છે. આમાં કર્મચારી દ્વારા પોતે અને કંપની દ્વારા જમા કરવામાં આવતી કુલ રકમ અને તેના પર મળતું વ્યાજ સામેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન

આ પણ વાંચો: રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!

આ પણ વાંચો: 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું