Not Set/ પાકિસ્તાને માન્યું,તેને ત્રણ સૈનિકો ગુમાવ્યા, સરહદ પાર વધુ નુકસાન: ભારતીય સેના

નવી દિલ્હી, પાકિસ્તાન દ્વારા વારંવાર કરતા યુદ્વવિરામના ઉલ્લંઘન બાદ ભારતીય સેનાએ મંગળવારે તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેના દ્વારા કરાયેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના ત્રણ સૈનિકો માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા છે. પાકિસ્તાનની સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે સરહદ પાર વધુ સૈનિકો મર્યા હોવાનું ભારતીય સેના દાવો કરી રહી છે. પાકિસ્તાન […]

India Trending
Ceasefire violation પાકિસ્તાને માન્યું,તેને ત્રણ સૈનિકો ગુમાવ્યા, સરહદ પાર વધુ નુકસાન: ભારતીય સેના

નવી દિલ્હી,

પાકિસ્તાન દ્વારા વારંવાર કરતા યુદ્વવિરામના ઉલ્લંઘન બાદ ભારતીય સેનાએ મંગળવારે તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેના દ્વારા કરાયેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના ત્રણ સૈનિકો માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા છે. પાકિસ્તાનની સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે સરહદ પાર વધુ સૈનિકો મર્યા હોવાનું ભારતીય સેના દાવો કરી રહી છે. પાકિસ્તાન આ વાતને છુપાવી રહી હોય તેવું હાલ લાગી રહ્યું છે.

પાકિસ્તાને ત્રણ સૈનિક ગુમાવ્યા: પાકિસ્તાન મીડિયાનો ખુલાસો

પાકિસ્તાનની સેનાના મીડિયા વિભાગે મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે રાવલકોટ સેક્ટરના રાકચકરીમાં ભારતીય સેનાએ કરેલી જવાબી કાર્યવાહીમાં તેના ત્રણ સૈનિકોના મૃત્યુ થયા છે. તેના એક દિવસ અગાઉ જ કાશ્મીરના પુંછમાં પાકિસ્તાને સરહદ પારથી કરેલા ગોળીબારમાં બીએસએફના એક ઇન્સપેક્ટર શહીદ થયા હતા. તેની સાથોસાથ ચાર વર્ષની બાળકીનો મોત થઇ હતી અને અન્ય ચાર લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.

પાકિસ્તાન સેના સામે જવાબી કાર્યવાહી કરવા સ્નાઇપર્સ તૈનાત

બાલાકોટ હવાઇ હુમલા પછી પાકિસ્તાન સતત યુદ્વવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ રીતે વારંવાર થતા યુદ્વવિરામના ઉલ્લંઘન સામે જવાબી કાર્યવાહી કરવા માટે પાકિસ્તાનના સ્નાઇપર્સ સામે ભારતે તેના સ્નાઇપર્સ તૈનાત કર્યા છે. પાકિસ્તાનને ભૌગોલિક રીતે ફાયદો થાય તેવી જગ્યા પર ભારતે તેની યોજનાઓમાં પણ જરૂરી ફેરફાર કર્યો છે.