Good News!/ આનંદો ! 11.56 લાખ રેલવે કર્મચારીઓને કેન્દ્રની ભેટ, 78 દિવસના બોનસને મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળે નાણાંકીય વર્ષ 2020-2021 માટે રેલવે કર્મચારીઓ (RPF તથા RPSF ને છોડી) ને 78 દિવસના પગાર બરાબર બોનસ આપવાની જાહેરાત કરી છે.

Top Stories
indian railway આનંદો ! 11.56 લાખ રેલવે કર્મચારીઓને કેન્દ્રની ભેટ, 78 દિવસના બોનસને મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળે નાણાંકીય વર્ષ 2020-2021 માટે રેલવે કર્મચારીઓ (RPF તથા RPSF ને છોડી) ને 78 દિવસના પગાર બરાબર બોનસ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી 11.56 લાખ રેલવે કર્મચારીઓને ફાયદો થશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે આ અંગેની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયેલે જણાવ્યું હતું કે, કેદ્રિય મંત્રીમંડળે 7 પીએમ મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રીઝન એન્ડ એપરલ પાર્કને સ્થાપિત કરવા માટે મંજૂરી આપી છે. આવનારા પાંચ વર્ષમાં 4445 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 5F વિઝન સાથે જોડાયેલું પગલું છે. ફાર્મથી ફાઈબર સુધી, ફેક્ટરીથી ફેશનથી લઈને ફોરેન સુધી !

રેલવે દરવર્ષે પોતાના કર્મચારીઓને બોનસ આપતું આવે છે. ગતવર્ષે પણ કોરોનાના સમયે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવ્યું હતું. ગતવર્ષે કમર્ચારીઓને બોનસ તરીકે 17,951 રૂપિયા મળ્યા હતા.