Business/ શેર બજારમાં ભારે ઉછાળો, સેન્સેક્સ 700 અંક ઉપર, નિફ્ટી 1200ને પાર

બીએસઈના સેન્સેક્સ 704 અંક ઉપર 42,597ના સ્તર પર અને એનએસઈના નિફ્ટી 197 અંક ઉછળીને 12,461ના સ્તર પર બંધ થયું છે. અમેરિકામાં જો બાઇડન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યા બાદ આજે ભારતીય બજારોમાં રેલી જોવા મળી હતી.

Business
sanjay shrivastav 9 શેર બજારમાં ભારે ઉછાળો, સેન્સેક્સ 700 અંક ઉપર, નિફ્ટી 1200ને પાર

આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે શૅર બજાર ભારે ઉછાળા સાથે બંધ થયું છે.  આજે સવારથી જ ખુલતાની સાથે શેર બજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈના સેન્સેક્સ 704 અંક ઉપર 42,597ના સ્તર પર અને એનએસઈના નિફ્ટી 197 અંક ઉછળીને 12,461ના સ્તર પર બંધ થયું છે. અમેરિકામાં જો બાઇડન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીત્યા બાદ આજે ભારતીય બજારોમાં રેલી જોવા મળી હતી.

આજની તેજી બાદ બજારમાં રોકાણકારોને થોડીક મિનિટોમાં બે લાખ કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. BSEની લિસ્ટેડ કંપનીઓનો માર્કેટ કેપ સોમવારે બજાર ખુલ્યા બાદ 1,65,45,013.79 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. બીજી તરફ, શુક્રવારે માર્કેટ કેપ 1,63,60,699.17 કરોડ રૂપિયા પર બંધ થયો હતો.

બજારમાં તેજીનાં કારણો

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ થઈ ગયાં છે. એમાં બાઈડનની જીત થઈ છે. એનાથી એશિયાઈ અને અમેરિકન્સ વાયદા બજાર આજે તેજીથી વેપાર કરી રહ્યા છે. બાઈડનની જીતથી ભારતીય કંપનીઓને સકારાત્મક આશા છે. આઈટી કંપનીઓ અને ઘરેલુ સ્થાનિક બજારમાં એમાં સામેલ છે. આ મહિને વિદેશી મૂડીરોકાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં બે સત્રમાં FIIએ 10 હજાર કરોડથી વધારે રકમના શેર ખરીદ્યા છે. ભારતીય કંપનીઓના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાનાં પરિણામો અપેક્ષા કરતાં વધારે સારાં રહ્યાં છે.