Not Set/ બોર્ડર પાસે ભારતીય શીખ દર્શન માટે શા માટે દૂરબીનનો ઉપયોગ કરે છે..?

પંજાબનાં ગુરદાસપુર જીલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા નજીક આવેલાં દર્શન સ્થળ પર સામાન્ય દિવસો કરતા આ સમયે હલચલ વધી ગઈ છે. દેશભરનાં શીખ સમુદાયનાં લોકો મોટી સંખ્યામાં અહી આવી રહ્યા છે. આ બધાં લોકો શીખના પવિત્ર તીર્થસ્થાન કરતારપુર સાહેબની દૂરબીનથી એક જલક લેવા માટે અહી આવી રહ્યા છે જે પાકિસ્તાનનાં નારોવલ જીલ્લામાં રાવી નદીની પેલે પાર છે. […]

Top Stories India
kartarpur 1 બોર્ડર પાસે ભારતીય શીખ દર્શન માટે શા માટે દૂરબીનનો ઉપયોગ કરે છે..?

પંજાબનાં ગુરદાસપુર જીલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા નજીક આવેલાં દર્શન સ્થળ પર સામાન્ય દિવસો કરતા આ સમયે હલચલ વધી ગઈ છે. દેશભરનાં શીખ સમુદાયનાં લોકો મોટી સંખ્યામાં અહી આવી રહ્યા છે. આ બધાં લોકો શીખના પવિત્ર તીર્થસ્થાન કરતારપુર સાહેબની દૂરબીનથી એક જલક લેવા માટે અહી આવી રહ્યા છે જે પાકિસ્તાનનાં નારોવલ જીલ્લામાં રાવી નદીની પેલે પાર છે.

kartarpur બોર્ડર પાસે ભારતીય શીખ દર્શન માટે શા માટે દૂરબીનનો ઉપયોગ કરે છે..?
Indian Sikhs are using binoculars for Darshan across the border at Gurdaspur Punjab

ગયા મહીને જયારે નવજોત સિંહ પાકિસ્તાન પ્રધાનમંત્રીની શપથવિધિમાંથી પરત આવ્યા હતા ત્યારે એમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના આર્મીચીફ જનરલ કમર જાવેદે આવતા વર્ષે ગુરુનાનક દેવની 550મી જયંતી પર ડેરા બાબા નાનક ગૃરુદ્વારા કરતારપુર સાહેબનો રસ્તો ખોલવાનો વચન આપ્યું છે. પાકિસ્તાનનાં સુચના મંત્રી ફવાદ અહમદે કહ્યું હતું કે ઇમરાન ખાન સરકાર ભારતીય શીખ તીર્થયાત્રીઓ માટે કરતારપુર સાહેબ માટે વિઝા ફ્રી ડાયરેક્ટ એક્સેસની અનુમતી માટે વિચાર કરશે.

હાલ તો યાત્રીઓ દૂરબીન મારફતે જ દર્શન કરે છે. જે દિવસે આકાશ સાફ હોય ત્યારે ભક્તો દર્શન સ્થળેથી કરતારપુર સાહેબની સફેદ રંગની ઇમારત અને ગુંબજને જોઈ શકે છે. બીએસએફએ આ તૈયાર કર્યું છે જે બોર્ડર સીમાથી થોડી જ દુર ગોઠવેલું છે.

પરંતુ છેલ્લાં કેટલાક સમયથી પાકિસ્તાન તરફ નેપિયર ઘાસ વધુ ઊગવાને કારણે આ અદભુત નજરો જોઈ શકાતો નથી એટલા માટે દૂરબીનની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન સ્થળ પર આ દૂરબીન લોઢાનાં કેસમાં લગાવામાં આવ્યું છે જેથી કરતારપુર સાહેબનાં દર્શનનું દ્રશ્ય વધારે સ્પષ્ટ થઇ ગયું છે. ગુરૂદ્વારાને જોઇને લોકો પ્રાર્થના કરે છે અને નમન કરે છે.

kartarpur 3 બોર્ડર પાસે ભારતીય શીખ દર્શન માટે શા માટે દૂરબીનનો ઉપયોગ કરે છે..?
Indian Sikhs are using binoculars for Darshan across the border at Gurdaspur Punjab

શીખ ઈતિહાસ અનુસાર, પોતાની પ્રસિદ્ધ ચાર યાત્રાઓ પૂરી કર્યા બાદ ગુરુનાનક દેવ 1522 માં  કરતારપુર સાહિબમાં જ રહેવા લાગ્યા હતા જ્યાં એમણે પોતાના જીવનનાં અંતિમ 17 વર્ષ વિતાવ્યા હતા. એમનાં મૃત્યુ બાદ અહી ગુરુદ્વારાનું નિર્માણ કરવામાં આવ્યું.