Not Set/ સ્પોર્ટ્સ/ અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડનાં સૂપડા સાફ કરવા ભારતીય ટીમ ઉતરશે મેદાનમાં

ન્યૂઝીલેન્ડમાં પ્રથમ વખત ટી-20 સીરીઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે અહીંનાં ઓવલ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં 5-0થી ક્લિન સ્વીપનાં લક્ષ્યાંક સાથે મેદાન પર ટકરાશે. વળી સતત ચાર મેચ હાર્યા બાદ યજમાન ન્યૂઝીલેન્ડની ટીમ હવે આ મેચમાં સમ્માન બચાવવા માટે રમશે. કિવિ ટીમને છેલ્લી બે મેચમાં સુપર ઓવરમાં હારનો સામનો કરવો […]

Top Stories Sports
India vs Newzealand સ્પોર્ટ્સ/ અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડનાં સૂપડા સાફ કરવા ભારતીય ટીમ ઉતરશે મેદાનમાં

ન્યૂઝીલેન્ડમાં પ્રથમ વખત ટી-20 સીરીઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે અહીંનાં ઓવલ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં 5-0થી ક્લિન સ્વીપનાં લક્ષ્યાંક સાથે મેદાન પર ટકરાશે. વળી સતત ચાર મેચ હાર્યા બાદ યજમાન ન્યૂઝીલેન્ડની ટીમ હવે આ મેચમાં સમ્માન બચાવવા માટે રમશે. કિવિ ટીમને છેલ્લી બે મેચમાં સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો છે.

કેપ્ટન વિરાટ કોહલીએ શ્રેણી જીત્યા બાદ કહ્યું કે તેની ટીમ વિજય ગતિ ચાલુ રાખવા માંગશે. ત્રીજી ટી-20 મેચમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં નવ રનનો બચાવ કર્યો હતો અને યજમાન બેટ્સમેન કેન વિલિયમસન અને રોસ ટેલરને જરૂરી રન બનાવવા ન દીધા હતા. બોલિંગમાં પણ ટીમનો સૌથી અનુભવી બોલર ટીમ સાઉદી સુપર ઓવરમાં 18 રનનો બચાવ કરી શક્યો નહતો અને ભારતીય ઓપનર રોહિત શર્માએ તેની ઓવરમાં સતત બે સિક્સર ફટકારીને ભારતને મેચ જીતાડી દીધી હતી.

ચોથી મેચમાં પણ કિવિ ટીમ છેલ્લી ઓવરમાં સાત રન બનાવી શકી ન હતી અને ભારતીય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે સાત રન બચાવવા સિવાય બે વિકેટ લીધી હતી. ભારતીય ટીમે આ મેચમાં તેમના સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાને આરામ આપ્યો હતો અને બેંચ સ્ટ્રેન્થને અજમાવી હતી. તેમ છતાં, ન્યૂઝીલેન્ડની ટીમ જીતી શકી નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.