India vs SouthAfrica/ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાનો કર્યો ક્લીન સ્વીપ, વન-ડે શ્રેણી 3-0થી જીતી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાનો ક્લીન સ્વીપ કરવા સાથે વન-ડે શ્રેણી 3-0થી જીતી હતી. ભારતની ચુસ્ત બોલિંગના પ્રતાપે સાઉથ આફ્રિકાએ આપેલા 8 વિકેટે 215 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે સ્મૃતિ મંધાનાના 90 રનની મદદથી 40.4 ઓવરમાં 4 વિકેટે 220 રન કરી મેચ જીતી લીધી હતી.

Breaking News Sports
Beginners guide to 63 2 ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાનો કર્યો ક્લીન સ્વીપ, વન-ડે શ્રેણી 3-0થી જીતી

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાનો ક્લીન સ્વીપ કરવા સાથે વન-ડે શ્રેણી 3-0થી જીતી હતી. ભારતની ચુસ્ત બોલિંગના પ્રતાપે સાઉથ આફ્રિકાએ આપેલા 8 વિકેટે 215 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે સ્મૃતિ મંધાનાના 90 રનની મદદથી 40.4 ઓવરમાં 4 વિકેટે 220 રન કરી મેચ જીતી લીધી હતી.

216 રનનો પીછો કરતી વખતે સ્મૃતિ મંધાનાનું બેટ ભારતીય ટીમ માટે જોરદાર ગર્જના કરતું હતું. સ્મૃતિએ 83 બોલનો સામનો કરીને 90 રનની ઇનિંગ રમી જેમાં 11 ચોગ્ગા સામેલ હતા. એક સમયે તે સતત ત્રીજી સદી ફટકારે તેમ લાગતું હતું. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 108 હતો. શેફાલી વર્માએ 25 રનની ઇનિંગ રમી હતી. પ્રિયા પુનિયાએ 28 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 42 રનની ઇનિંગ રમી હતી.

પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમ વતી કેપ્ટન લૌરાએ 57 બોલમાં 61 રનની ઈનિંગ રમી જેમાં 7 ચોગ્ગા સામેલ હતા. તાજમિને લૌરા સાથે શાનદાર શરૂઆત કરી બંને વચ્ચે સદીની ભાગીદારી બની હતી. તાજમિને 38 રનની ઇનિંગ રમી હતી. આ બંને સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો ન હતો. જ્યારે ભારત તરફથી અરુંધતિ રેડ્ડી અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની વનડે શ્રેણી 3-0થી જીતી લીધી છે. પ્રથમ ODI મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 143 રને હરાવ્યું હતું, જ્યારે બીજી ODI મેચમાં ભારતને સખત સંઘર્ષ કરવો પડ્યો હતો અને ભારતે તે મેચ 4 રનના નજીકના અંતરથી જીતી હતી. આ પછી ભારતીય ટીમે છેલ્લી વનડે મેચ 6 વિકેટથી જીતી લીધી હતી.

ભારતીય મહિલાઓ દ્વારા વનડેમાં નોંધાયેલ આ 10મી શ્રેણીની ક્લીન સ્વીપ હતી અને દક્ષિણ આફ્રિકા સામે બીજી વખત આવુ બન્યું છે.  ભારતીય મહિલા ટીમે શ્રીલંકા (3) સામે વનડેમાં સૌથી વધુ શ્રેણીમાં વ્હાઇટવોશ  કર્યો છે, ત્યારબાદ દક્ષિણ આફ્રિકા (2), ઇંગ્લેન્ડ (2), વેસ્ટ ઇન્ડિઝ (2) અને બાંગ્લાદેશ (1) કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બજરંગ પુનિયાને લાગ્યો મોટો ઝટકો, NADAએ તેને ફરી કર્યો સસ્પેન્ડ

આ પણ વાંચો: ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત: અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવી સર્જ્યો મોટો અપસેટ

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીતની નજીક આવેલી ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને હરાવી વર્લ્ડ રેકોર્ડની કરશે બરાબરી

આ પણ વાંચો: ભારતીય ફાસ્ટ બોલર બુમરાનો હરીફ બેટ્સમેનો પાસે નથી કોઈ તોડ