Women T20 Asia Cup 2024: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ જીત સાથે ભારતીય ટીમ નવમી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં પહોંચી છે. મહિલા એશિયા કપની શરૂઆત 2004માં થઈ હતી અને ટીમ ઈન્ડિયા ત્યારે ચેમ્પિયન બની હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તેનો આઠમો એશિયા કપ ટાઇટલ જીતવાના મિશન પર છે. તેણે ODI ફોર્મેટમાં ચાર અને T20 ફોર્મેટમાં ત્રણ ટાઇટલ જીત્યા છે. 2008 સુધી, આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાતી હતી. તે જ સમયે, 2012 થી તે T20 ફોર્મેટમાં રમાઈ રહી છે. આ નવમી આવૃત્તિ છે અને ભારતે સાત વખત (2004, 2005, 2006, 2008, 2012, 2016, 2022) ટાઇટલ જીત્યું છે. બાંગ્લાદેશ (2018) મહિલા એશિયા કપ ટાઇટલ જીતનારી એકમાત્ર બીજી ટીમ છે.
બાંગ્લાદેશને 10 વિકેટ હરાવીને ભારત એશિયા કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગયું છે. હવે ભારતનો મુકાબલો 28 જુલાઈએ ફાઇનલમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે. ભારતીય ટીમ હવે ટાઈટલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે.
શુક્રવારે દામ્બુલામાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે માત્ર 80 રન બનાવ્યા હતા. મેચમાં બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાએ બેટિંગ શાનદાર શરૂઆત કરી હતી. ભારતે 11 ઓવરમાં કોઈ પણ નુકશાન વિના લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. સ્મૃતિ મંધાનાએ 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને શેફાલી વર્માએ 26 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મંધાનાએ પોતાની ઈનિંગમાં નવ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા જ્યારે શેફાલીએ બે ચોગ્ગા ફટકાર્યા હતા. હવે ભારતીય ટીમ 28મી જુલાઈએ ફાઇનલમાં રમતી જોવા મળશે.
આ પણ વાંચો:પેરિસ ઓલિમ્પિક્સ 2024માં જાણો ભારતનો શિડયૂલ, 200 દેશો લઈ રહ્યા છે ભાગ
આ પણ વાંચો:પેરિસમાં ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમની પહેલા હંગામો,કરાઈ આગચંપી અને તોડફોડ
આ પણ વાંચો:ઓલિમ્પિક્સ માટે તૈયાર ભારતની રીલે રેસ ટીમ
