air strike/  PoKમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક, ઓપરેશન ‘પીનપોઈન્ટ સ્ટ્રાઈક્સ’ દ્વારા આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કર્યા

પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ભારતે એરસ્ટ્રાઈક કરી છે. આતંકીઓના અડ્ડા પર એરફોર્સે એરસ્ટ્રાઈક કરીને ફરી એક વખત લોન્ચ પેડ ને ધ્વસ્ત કરી નાંખ્યા છે

Top Stories India
w1240 p16x9 29122019 irak f15 avion etats unis  PoKમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક, ઓપરેશન 'પીનપોઈન્ટ સ્ટ્રાઈક્સ' દ્વારા આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કર્યા

પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ભારતે એરસ્ટ્રાઈક કરી છે. આતંકીઓના અડ્ડા પર એરફોર્સે એરસ્ટ્રાઈક કરીને ફરી એક વખત લોન્ચ પેડ ને ધ્વસ્ત કરી નાંખ્યા છે. ન્યૂઝ એજન્સી PITએ આ જાણકારી આપી છે. PoKમાં ભારતની એરસ્ટ્રાઈકથી સરહદે હાહાકાર મચી ગયો છે અને પાકિસ્તાન ફરી એક વખત થથરી ઉઠ્યું છે.

WhatsApp Image 2020 11 19 at 7.06.52 PM  PoKમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક, ઓપરેશન 'પીનપોઈન્ટ સ્ટ્રાઈક્સ' દ્વારા આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કર્યા

 PoKમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક, ઓપરેશન ‘પીનપોઈન્ટ સ્ટ્રાઈક્સ’ દ્વારા આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કર્યા. પાકિસ્તાન અને ચીન સાથેની સરહદ પર તંગદિલી વચ્ચે ભારતે PoKમાં એર સ્ટ્રાઇક કરી છે.

ભારતીય સેનાએ પીઓકેમાં મોટું ઑપરેશન પાર પાડ્યું છે. પીઓકેમાં આવેલા આંતકવાદીઓના લૉન્ચ પેડ પર એર સ્ટ્રાઇક કરી છે. આંતકવાદીઓના બંકર અને લૉન્ચ પેડ સહિત અનેક જગ્યાઓ નષ્ટ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારના શાસનમાં ભારતની પાકિસ્તાનમાં આ બીજી એર સ્ટ્રાઇક છે. પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ભારતે એરસ્ટ્રાઈક કરી છે. આતંકીઓના અડ્ડાપર એરફોર્સે એરસ્ટ્રાઈક કરીને લોન્ચ પેડને ધ્વસ્ત કરી નાંખ્યા છે. ન્યૂઝ એજન્સી PITએ આ જાણકારી આપી છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં સ્ટ્રાઈક કરી છે. જેમાં અનેક પાકિસ્તાની અને વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતે POKના કેટલાંક લોન્ચપેડ પર હુમલો કર્યો છે.

ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ 2 6 ફેબ્રુઆરીનાં રોજ POKમાં એર સ્ટ્રાઈક કરી હતી. આ એર સ્ટ્રાઈકમાં વાયુસેનાને 12 મિરાજ-2000 ફાઈટર જેટએ બાલાકોટમાં બોમ્બ ફેંક્યા હતા. દાવો હતો કે જેમાં 300થી વધુ આતંકીઓ ઠાર થયા હતા. વાયુસેનાએ આ મિશનને ‘ઓપરેશન બંદર’ નામ આપ્યું હતું.

ગુપ્તચર એજન્સીઓના મળેલી માહિતીના આધારે જમ્મુમાં ગુરુવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચારેય આતંકી જૈશના છે અને પાકિસ્તાની છે. તે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. જેનું કાવતરું પાકિસ્તાનમાં બેઠેલા જૈશના આકા મસૂદ અઝહરના ભાઈ રઉફ લાલાએ ઘડ્યું હતું. ચારેયે મંગળવાર-બુધવારની રાતે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી ઘુસણખોરી કરી હતી.આ આતંકીઓ પાસેથી 11AK 47 રાઈફલ, 29 હેન્ડ ગ્રેનેડ અને ત્રણ પિસ્તોલ જપ્ત થઈ છે. આ ઉપરાંત અન્ય ઘણો સામાન પણ મળ્યો છે. ટ્રકમાં ચોખાની બોરીઓ વચ્ચે સંતાઈને જમ્મુથી શ્રીનગર જઈ રહેલા આ આતંકીઓને પોલીસને ઠાર માર્યા હતા. પાકિસ્તાનની એક એન્ટી ટેરરિઝ્મ કોર્ટે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદને ગેરકાયદે ફંડિંગના મામલે 10 વર્ષ જેલની સજા સંભળાવી છે. પાકિસ્તાની મીડિયાએ ગુરૂવારે આ જાણકારી આપી. હાફિઝ સઇદને ગત વર્ષે 17 જુલાઈએ પકડવામાં આવ્યો હતો.

જુઓ આ વીડિયો અહેવાલ..