Not Set/ ભારતનું પહેલું ક્રીપ્ટોકરન્સી એટીએમ મશીન લોન્ચ થયું બેંગ્લોરમાં

સરકાર અને આરબીઆઈનાં રુલ્સ રેગ્યુલેશન બાદ પણ વર્ચ્યુઅલ કરન્સી એક્સચેન્જ યુનોકોઈન (Unocoin) દ્વારા ભારતમાં પહેલું એટીએમ મશીન લગાવવામાં આવ્યું છે જ્યાંથી કસ્ટમર પોતાનાં નાણા જમા પણ કરી શકશે અને ઉપાડી પણ શકશે. આ મશીન બેંગ્લોરના કેમ્પ ફોર્ટ મોલમાં લગાવવામાં આવ્યું છે. આ કીસોસ્ક મારફતે કંપની તેનાં કસ્ટમર્સને એમનું ફંડ જમા કરવાનો અને ઉપાડવાનો ઓપ્શન આપે […]

Top Stories India
Unocoin ભારતનું પહેલું ક્રીપ્ટોકરન્સી એટીએમ મશીન લોન્ચ થયું બેંગ્લોરમાં

સરકાર અને આરબીઆઈનાં રુલ્સ રેગ્યુલેશન બાદ પણ વર્ચ્યુઅલ કરન્સી એક્સચેન્જ યુનોકોઈન (Unocoin) દ્વારા ભારતમાં પહેલું એટીએમ મશીન લગાવવામાં આવ્યું છે જ્યાંથી કસ્ટમર પોતાનાં નાણા જમા પણ કરી શકશે અને ઉપાડી પણ શકશે.

આ મશીન બેંગ્લોરના કેમ્પ ફોર્ટ મોલમાં લગાવવામાં આવ્યું છે. આ કીસોસ્ક મારફતે કંપની તેનાં કસ્ટમર્સને એમનું ફંડ જમા કરવાનો અને ઉપાડવાનો ઓપ્શન આપે છે.

હાલમાં આ પાયલોટ એટીએમ મશીન હજુ ઓપરેશનલ વર્ક માટે શરુ કરાયુ નથી. Unocoin આ પ્રકારનાં એટીએમ મશીન થોડાં સમય બાદ મુંબઈ અને દિલ્લીમાં ઇન્સ્ટોલ કરવાનો પણ પ્લાન બનાવી રહી છે.

આ મશીનમાં ક્રીપ્ટોકરન્સી જમા કરાવા માટે અને એનાં નાણા ઉપાડવા માટે એક પ્રોપર પ્રોસીજરને ફોલો કરવી પડશે. આ માધ્યમ દ્વારા કસ્ટમર ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરવી શકે છે અથવા તો ઉપાડી શકે છે.