Not Set/ મરાઠા આરક્ષણ ની આગ પુણેમાં ફેલાઈ : પ્રદર્શનકારીઓએ સળગાવી 6 બસો

મરાઠા આરક્ષણને લઈને આંદોલનની આગ હવે પુણે સુધી પહોંચી ચુકી છે. પ્રદર્શનકારીઓએ સોમવારે પુણેમાં 6 બસો ફૂંકી મારી હતી. પુણેમાં મરાઠા ક્રાંતિ મોરચાના કાર્યકર્તાઓએ હંગામો કર્યો અને સડકો પર જામ કરી દીધો હતો. પુણે-નાસિક રાષ્ટ્રીય માર્ગ પર પ્રદર્શનકારીઓએ હંગામો કર્યો હતો. સ્થિતિની ગંભીરતા સમજતા વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. Pune: Earlier visuals of protests […]

Top Stories India
marathaa nt 5b5ef7cd1d1ab મરાઠા આરક્ષણ ની આગ પુણેમાં ફેલાઈ : પ્રદર્શનકારીઓએ સળગાવી 6 બસો

મરાઠા આરક્ષણને લઈને આંદોલનની આગ હવે પુણે સુધી પહોંચી ચુકી છે. પ્રદર્શનકારીઓએ સોમવારે પુણેમાં 6 બસો ફૂંકી મારી હતી. પુણેમાં મરાઠા ક્રાંતિ મોરચાના કાર્યકર્તાઓએ હંગામો કર્યો અને સડકો પર જામ કરી દીધો હતો. પુણે-નાસિક રાષ્ટ્રીય માર્ગ પર પ્રદર્શનકારીઓએ હંગામો કર્યો હતો. સ્થિતિની ગંભીરતા સમજતા વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

પુણે નાસિક હાઇવે પર મરાઠા ક્રાંતિના કાર્યકર્તાઓની ધમાલના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જોકે, ઘટનાસ્થળ પર હાજર પોલીસદળની નિષ્ક્રિયતાને લઈને પણ સવાલો ઉભા થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ ઘટનાસ્થળ પર હાજર હોવા છતાં પ્રદર્શનકારીઓને બસો સળગાવતા રોકી શકી નહતી.

મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યોની બેઠક બાદ રાજ્યપાલ વિદ્યાસાગર રાવને આવેદનપત્ર સોંપ્યું હતું અને કહ્યું હતું કે  તેઓ મરાઠા આરક્ષણ મામલે હસ્તક્ષેપ કરે. કોંગ્રેસે મરાઠા સમુદાયને 16 ટકા આરક્ષણ આપવાની માંગ કરી છે.

જણાવી દઈએ કે મરાઠા આરક્ષણ મુદ્દે ચર્ચા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અપીલ કરી હતી કે સ્થિતિ શાંતિપૂર્ણ હોવી જોઈએ અને કોઈ પણ સખ્ત પગલું લેવું ના જોઈએ. એમણે કહ્યું કે રિપોર્ટ જમા કરવા માટે પછાત કમિશનને અનુરોધ કરવામાં આવ્યો છે. અને અમે ફરી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીશું. એમણે કહ્યું કે મરાઠા આરક્ષણ પર બધા દળોનો એક જ વિચાર છે.

મહારાષ્ટ્ર સીએમે કહ્યું કે મેં ડીજીપીને નિર્દેશ આપ્યો છે કે લોકો વિરુદ્ધ દર્જ મામલાઓ, વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવો વગેરે પાછા લેવા જોઈએ. પોલીસકર્મીઓ પર હુમલો કરવો જેવા મામલાઓ, આગ લગાવવી વગેરેમાં શામેલ હોવું એને પાછા ખેંચવામાં નહિ આવે.