Not Set/ દેશની સૌથી જુની પારલે બિસ્કિટ બનાવતી કંપની તેના 10 હજાર કર્મચારીની કરી શકે છે છટણી

દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની પારલે પ્રોડક્ટ્સે કહ્યું છે કે, તે મોટા પાયે તેના કર્મચારીઓની છટણી કરી શકે છે. ઈટી અનુસાર, કંપની તેના 8 હજાર થી 10 હજાર લોકોને હાંકી કાઢવાની યોજના બનાવી રહી છે. એક અહેવાલ મુજબ, પારલે પ્રોડક્ટ્સનાં કેટેગરીનાં વડા મયંક શાહે કહ્યું હતું કે, ‘અમે સરકાર પાસે 100 રૂપિયા કિલો કે તેથી વધુનાં બિસ્કીટ પર જીએસટી […]

Top Stories India Business
11 દેશની સૌથી જુની પારલે બિસ્કિટ બનાવતી કંપની તેના 10 હજાર કર્મચારીની કરી શકે છે છટણી

દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની પારલે પ્રોડક્ટ્સે કહ્યું છે કે, તે મોટા પાયે તેના કર્મચારીઓની છટણી કરી શકે છે. ઈટી અનુસાર, કંપની તેના 8 હજાર થી 10 હજાર લોકોને હાંકી કાઢવાની યોજના બનાવી રહી છે.

12 દેશની સૌથી જુની પારલે બિસ્કિટ બનાવતી કંપની તેના 10 હજાર કર્મચારીની કરી શકે છે છટણી

એક અહેવાલ મુજબ, પારલે પ્રોડક્ટ્સનાં કેટેગરીનાં વડા મયંક શાહે કહ્યું હતું કે, ‘અમે સરકાર પાસે 100 રૂપિયા કિલો કે તેથી વધુનાં બિસ્કીટ પર જીએસટી ઘટાડવાની માંગ કરી છે, જે 5 રૂપિયાનાં પેકેટોમાં વેચાય છે. જો સરકાર રાહત નહીં આપે, તો અમારી પાસે અમારા કર્મચારીઓને કાઠવા સિવાય કોઇ વિકલ્પ રહેશે નહી, કારણ કે ઘટી રહેલા વેચાણની અમારા પર ખરાબ અસર પડી રહી છે.

પારલે જી, મોનેકો અને મેરી બ્રાન્ડનાં બિસ્કીટ બનાવતી કંપનીનાં વાર્ષિક વેચાણની કિંમત 10 હજાર કરોડ છે. આ કંપનીમાં 1 લાખ લોકો કામ કરે છે. કંપની પાસે તેના પોતાના 10 પ્લાન્ટ છે. વળી 125 પોઇન્ટ્સ થર્ડ પાર્ટી દ્વારા ચલાવવામાં આવે છે. પારલેનું અડધુ વેચાણ દેશનાં ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે.

111 દેશની સૌથી જુની પારલે બિસ્કિટ બનાવતી કંપની તેના 10 હજાર કર્મચારીની કરી શકે છે છટણી

જીએસટી પહેલા 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી બિસ્કીટ પર 12 ટકાનો ટેક્સ લાગતો હતો. કંપનીઓને આશા છે કે, પ્રીમિયમ બિસ્કીટ માટે જીએસટી 12 ટકા અને સસ્તા બિસ્કિટ માટે 5 ટકા રહેશે. જો કે, તેમના પર 18% જીએસટી લાગુ કરવામાં આવ્યો. ત્યારબાદ કંપનીઓએ બિસ્કીટની કિંમતમાં વધારો કર્યો. પારલે પણ ભાવમાં 5 ટકાનો વધારો કર્યો હતો.

બીજી બિસ્કિટ કંપની બ્રિટાનિયાનાં એમડી વરુણ બેરીએ તાજેતરમાં જ એક કોન્ફરન્સ કોલમાં કહ્યું હતું કે, ગ્રાહક 5 રૂપિયાનાં પેકેટ ખરીદવામાં પણ બે વાર વિચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ અર્થવ્યવસ્થાની ગંભીર સ્થિતિની નિશાની છે. તેમણે કહ્યું હતું કે, તેઓ માત્ર 6 ટકાનાં દરે વૃદ્ધિ કરી રહ્યા છે અને બજાર તેના કરતા પણ ઓછું છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નુસલી વાડિયાનો નફો 3.5 ટકા ઘટીને 249 કરોડ રૂપિયા રહ્યો છે. એક્સપર્ટનું કહેવુ છે કે જો આ જ માહોલ બની રહ્યો તો આવનારા સમયમાં ઘણા લોકો બેરોજગાર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.