મુંબઈ/ ઈન્ડિગો એરલાઇન્સની મોટી બેદરકારી, લોડર કર્મી સુતા સુતા જ મુંબઈથી પહોંચી ગયો અબુ ધાબી

ઈન્ડિગો એરલાઈન્સનું એક લોડર કર્મી મુંબઈ-અબુ ધાબી ફ્લાઈટના કાર્ગો ડબ્બામાં ઊંઘી ગયો હતો. મુંબઈથી તેઅબુ ધાબી પહોંચ્યો. અહીં પહોંચતા….

India
ઈન્ડિગો
  • ઇંડિગો એરલાઇન્સની મોટી બેદરકારી…!
  • લોડર કર્મી સુતા સુતા પહોંચી ગયો અબુધાબી
  • મુંબઇ-અબૂ ધાબી ફ્લાઇટની જતી હતી ફલાઇટ
  • ફ્લાઇટનાં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સુઇ ગયો કર્મી
  • સંયુકત અરબ અમીરાતની રાજધાની પહોંચ્યો કર્મી
  • DGCAનાં અધિકારીઓએ મંગળવારે આપી જાણકારી
  • કર્મચારીને ઉંઘ આવતા સામાન પાછળ સુઇ ગયો
  • મુંબઇ એરપોર્ટથી પ્લેને ઉડાન ભરી પહોંચ્યું અબુ ધાબી.

ઈન્ડિગો એરલાઈન્સનું એક લોડર કર્મી મુંબઈ-અબુ ધાબી ફ્લાઈટના કાર્ગો ડબ્બામાં ઊંઘી ગયો હતો. મુંબઈથી તેઅબુ ધાબી પહોંચ્યો. અહીં પહોંચતા જ અધિકારીઓને ખબર પડી કે સામાન ભરીને એક વ્યક્તિ ફ્લાઈટમાં આવ્યો છે, ત્યારે હોબાળો મચી ગયો હતો. પહેલા તેનું મેડિકલ કરવામાં આવ્યું અને પછી તેને મુંબઈ પરત મોકલવામાં આવ્યો.

આ પણ વાંચો :પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિહે પાર્ટીના કાર્યકરોને શું કહ્યું જાણો…

ડીજીસીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારની ફ્લાઇટમાં, ખાનગી કેરિયરનો એક લોડર કર્મી પ્લેન લોડ કર્યા પછી કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સામાનની પાછળ સૂઈ ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે કાર્ગોનો દરવાજો લોક હતો અને જેમ જેમ પ્લેન મુંબઈ એરપોર્ટ પરથી ઊડ્યું તેમ તેમ લોડર કર્મી જાગી ગયો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)માં પ્લેન અબુ ધાબીમાં ઉતર્યા બાદ અબુ ધાબીના સત્તાવાળાઓએ લોડર કર્મીની તબીબી તપાસ કરી હતી અને તેની શારીરિક સ્થિતિ સ્થિર અને સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો :ઓમિક્રોન વચ્ચે બર્ડ ફ્લૂનો ખતરો, વિદેશથી આવતા પક્ષીઓ ફેલાવી રહ્યા છે વાયરસ 

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે અબુ ધાબીમાં સત્તાવાળાઓ પાસેથી જરૂરી  મંજૂરીઓ મેળવ્યા પછી, તેને તે જ વિમાનમાં પેસેન્જર તરીકે મુંબઈ પરત લાવવામાં આવ્યો હતો. ડીજીસીએએ જણાવ્યું હતું કે ઘટનામાં સામેલ એરલાઇનના કર્મચારીઓને તપાસ બાકી રહી જતાં દૂર કરવામાં આવ્યા છે. ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે આ ઘટનાથી વાકેફ છીએ અને જરૂરી અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

આ મામલાની તપાસ ચાલી રહી છે.” નિષ્ણાતો તેને ઘોર બેદરકારી કહે છે. નિષ્ણાતો માને છે કે કોઈ વ્યક્તિ અજાણતા જ કાર્ગોમાં એક દેશથી બીજા દેશમાં પહોંચી જાય છે. આ એક મોટી ભૂલની નિશાની છે. આવી ક્ષતિના કારણે સુરક્ષામાં ભંગ થવાની પણ શક્યતા રહે છે કારણ કે તકનો લાભ ઉઠાવીને રાષ્ટ્રવિરોધી શક્તિઓ પણ મુશ્કેલી ઊભી કરી શકે છે.

આ પણ વાંચો : પુલવામામાં બુધવારે મધ્યરાત્રિથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર

આ પણ વાંચો : અંડરવર્લ્ડ ડોન સુરેશ પૂજારીને અમેરિકાથી ભારત પરત લાવવામાં આવ્યો,મુંબઈમાં 25 કેસ નોંધાયા છે

આ પણ વાંચો :ભારતીય મૂળના લીના નાયર ફ્રાન્સની કંપનીના CEO બન્યા,જાણો સમગ્ર વિગત