દુર્ઘટના/ ઈન્ડિગો ફ્લાઈટ સાથે અથડાયું પક્ષી, એન્જિન બ્લેડ તૂટી

સોમવારે પક્ષી ઇન્ડિગોની ફ્લાઇટ સાથે ટકરાયું હતું, જેના કારણે એન્જિન બ્લેડ તૂટી ગયું હતું. પાયલોટે મુસાફરોને ગુવાહાટીમાં ઉતાર્યા બાદ બ્લેડ બદલવામાં આવી.

India
વિમાનનું એન્જિન

ગુવાહાટીથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ (6E- 2329) તેના શેડ્યૂલ મુજબ ગુવાહાટીથી ઉપડી હતી, પરંતુ થોડા સમય માટે હવામાં રહ્યા બાદ વિમાનનું એન્જિન પક્ષી સાથે અથડાયું હતું. પાયલોટે સાવચેતી રૂપે વિમાનને પાછું ગુવાહાટી એર પોર્ટ પર ઉતારવાનું નક્કી કર્યું, ત્યારબાદ વિમાન 99 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સાથે ગુવાહાટી એર પોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું.

પાયલોટના તાત્કાલિક નિર્ણયને કારણે અકસ્માત ટળી ગયો

ઈન્ડિગો એરક્રાફ્ટ એન્જિન નંબર 2ના પંખાની બ્લેડ પક્ષીની ટક્કરને કારણે નુકસાન પામી હતી. ઉડ્ડયન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પાયલોટે વિમાનને યોગ્ય સમયે લેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. અને મુસાફરોના જીવન અને સંપત્તિને કોઈ હાની થી નથી. અને વિમાનને નુકસાન થવાથી પણ બચાવવામાં આવ્યું હતું.

ઈન્ડિગોએ ખેદ વ્યક્ત કર્યો

ઇન્ડિગોએ એક નિવેદન બહાર પાડ્યું હતું કે વિમાનનું એન્જિન પક્ષી સાથે અથડાયું હતું પરંતુ કોઈ નુકસાન થયું નથી અને મુસાફરોને અન્ય વિમાનમાં દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

ભૂતકાળમાં પણ આવી જ ઘટના બની હતી

તમને જણાવી દઈએ કે, અગાઉ પટણામાં એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જ્યારે એક પક્ષી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે અથડાયું હતું. મળતી માહિતી મુજબ, એન્જિનના ત્રણ બ્લેડને નુકસાન થયું હતું જે બાદ તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટ પટનાથી દિલ્હી જતી હતી અને એક હજાર ફૂટની ઉંચાઈએ પક્ષી ફ્લાઇટ સાથે અથડાયું હતું.  વિમાનની ઝડપ તે સમયે 500 કિમી પ્રતિ કલાકની હોવાનું કહેવાય છે.

પશ્ચિમ બંગાળ / સુવેન્દુ અધિકારીની મુશ્કેલીઓ વધી શકે છે, મમતા સરકારે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચનો સંપર્ક કર્યો

અફઘાનિસ્તાનની નવી સરકાર / તાલિબાને નવી સરકારની કરી જાહેરાત, મુલ્લા હસન અખુંદ અફઘાનિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા