Jakarta/ 62 મુસાફરો સાથે ઇન્ડોનેશિયાનું વિમાન જકાર્તાથી ટેકઓફ બાદ ક્રેશ

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા બાદ શનિવારે એક વિમાન ક્રેશ થયું હતું.આ અંગે સમાચાર એજન્સી એ સ્થાનિક મીડિયાને સંબોધીને જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાના શ્રીવિજય એરનું

Top Stories World
1

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા બાદ શનિવારે એક વિમાન ક્રેશ થયું હતું.આ અંગે સમાચાર એજન્સી એ સ્થાનિક મીડિયાને સંબોધીને જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાના શ્રીવિજય એરનું પેસેન્જર વિમાન જકાર્તા પાસેના પાણીમાં ક્રેશ થયું છે. જેમાં કુલ 65 જેટલા મુસાફરો સવાર હતા. આ વિમાન પશ્ચિમ કાલિમંતન પ્રાંતના પોઇન્ટયાનક તરફ ગયું હતું, અને ત્યાં આવેલા સમુદ્ર માં ખાબક્યુ હતું.

Lion Air crash: Boeing 737 plane crashes in sea off Jakarta - BBC News

Appeal / દેશની જનતાને મફતમાં આપો વેક્સિન,CM કેજરીવાલની અપીલ…

વધુમાં સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે સંપર્ક તૂટ્યા બાદ બોઈંગ બી 737-500વિમાનનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તે ક્રેશ થયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્રિશુલા કોસ્ટગાર્ડના જહાજના કમાન્ડર કેપ્ટન ઇકો સૂર્યહદી એ જણાવ્યું હતું કે વિમાનનો કાટમાળના ટૂકડાઓ મળી આવ્યા હતા.

Indonesia plane crash search finds remains, debris at sea

Rajkot / રાજકોટ શહેરના સીમાડે પહોંચ્યા સાવજો,ડણક સાંભળી સ્થાનિકો ભયભી…

અન્ય એક સમાચાર એજન્સીના અધિકારીઓને સંબોધીને જણાવ્યું હતું કે આ એક ડોમેસ્ટિક ફ્લાઈટ હતી. વિમાને જકાર્તા થી 1: 56 કલાકે ઉડાન ભરી હતી. વિમાન નો છે સંપર્ક બપોરે 2: 40 કલાકે થયો હતો. ઇન્ડોનેશિયાની ઓનલાઇન શ્રીવિજય એરનું કહેવું છે કે આ વિમાન તેના પોઇન્ટયાનક જવા માટે 90 મિનિટની મુસાફરી ખેડવા માટે તૈયાર હતું. જેમાં 56 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરોનો સમાવેશ થાય છે ઇન્ડોનેશિયાના અખબાર મુજબ વિમાને સોકારનોહત એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી વિમાનમાં સવાર મુસાફરોમાં બાળકોનો પણ સમાવેશ થતો હતો.એર ક્રાફ્ટ મેન્યુફેક્ચરર અમેરિકન કંપની બોઇંગના વિમાનો આ અગાઉ પણ અકસ્માતનો ભોગ બન્યા છે ત્યારે ફરી એક વખત આ ઘટના સર્જાઈ છે.

Indonesian plane with 188 people crashes near Jakarta

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…