Not Set/ કેરળનાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન કોરોના સંક્રમિત

સમગ્ર દેશ કોરોના વાયરસ અને તેના ફેલાતા સંક્રમણથી પરેશાન છે અને દૈનિક કેસોમાં ઘણી ઓછી વૃદ્ધિ થતી દેખાઇ રહી છે.

Top Stories India
sss 44 કેરળનાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન કોરોના સંક્રમિત

સમગ્ર દેશ કોરોના વાયરસ અને તેના ફેલાતા સંક્રમણથી પરેશાન છે અને દૈનિક કેસોમાં ઘણી ઓછી વૃદ્ધિ થતી દેખાઇ રહી છે. દરમિયાન કેરળનાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યુ છે. ખાને ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી.

તેમના પીઆરઓએ ટ્વિટર પર લખ્યું છે કે, માનનીય રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું છે કે, મારી કોવિડ-19 નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ, ચિંતા કરવાની કંઈ વાત નથી. જો કે, ગયા અઠવાડિયે દિલ્હીમાં મારી સાથે સંપર્કમાં આવેલા બધાને વિનંતી કરું છું કે તેઓ તેમનો ટેસ્ટ કરાવી લે. દેશમાં રાજકીય જગતનાં લોકો કોરોનાની સતત ઝપટમાં આવી રહ્યા છે. આરીફ મોહમ્મદ ખાન પહેલા ઘણા મોટા નામ કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે. જેમા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું નામ પણ શામેલ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય ઘણા મંત્રીઓ પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. ઘણા મુખ્ય પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો પણ કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. કોરોનાથી એક કેન્દ્રીય પ્રધાનનું પણ અવસાન થયું છે.

નોંધપાત્ર વાત એ છે કે, દેશ હજી કોરોના સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આ વચ્ચે ઘણી વાર આંકડા ઓછા થવાના કારણે રાહતનો શ્વાસ લોકો લઇ શકે છે જો કે અચાનક વધુ કેસ આવવાની આશંકાથી સ્થિતિ વધુ ગંભીર બનવાની ધારણા છે. 24 કલાકમાં, કોરોનાનાં 50,357 નવા કેસ નોંધાયા છે. આ સાથે, ભારતનાં કુલ કેસ વધીને 84,62,081 પર પહોંચી ગયા છે. વળી 577 નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક 1,25,562 સુધી થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 4,141 નો ઘટાડો થયા પછી કુલ સક્રિય કેસ 5,16,632 પર પહોંચી ગયા છે. વળી 24 કલાકમાં 53,920 નવા રિકવરી સાથે કુલ રિકવર કેસ 78,19,887 થઈ ગયા છે.