ગુજરાત પ્રવાસ/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પરિવાર સાથે માણસામાં માતાજીના દર્શન કરી પરંપરા જાળવી રાખશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, હાલ રાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમિત શાહ સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે

Top Stories Gujarat
10 39 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પરિવાર સાથે માણસામાં માતાજીના દર્શન કરી પરંપરા જાળવી રાખશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, હાલ રાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમિત શાહ સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આજે  પ્રવાસનો  બીજા દિવસ છે તેમના તમામ કાર્યક્મની વગતો જાણો.

 કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ સતત રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે. તેઓ ચૂંટણીલક્ષી કાર્યો તથા પ્લાનિંગ પર નજર રાખી રહ્યા છે. અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસ પર છે. આજે અમિત શાહ માણસામાં સહપરિવાર માતાજીના દર્શન કરવા પહોંચશે.ત્યારબાદ તેઓ પોતાના મત વિસ્તારમાં અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.આની સાથે તેઓ ફતેવાડી કેનાલના પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનામાં સમાવેશ આભાર કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

9 32 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પરિવાર સાથે માણસામાં માતાજીના દર્શન કરી પરંપરા જાળવી રાખશે

ગાંધીનગરના કલોલ ખાતે અમિત શાહ આજે  27 સપ્ટેમ્બરે કામદાર વીમા યોજનાની 150 બેડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારપછી તેઓ સહ પરિવાર માણસા જવા માટે રવાના થશે. માણસા ખાતે તેઓ તેઓ દર વર્ષે નવરાત્રીના પર્વ નિમિત્તે આવતા હોય છે. જ્યાં માતાજીની આરતી કરી તેઓ આશીર્વાદ લેવાની તેમની પરિવારની પરંપરા રહી છે.ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રી દરમિયાન માણસા ખાતે આરતી કરીને માતાજીના આશીર્વાદ  લેવાની પરંપરા કાયમ રાખી છે.