કોરોના/ TMC સાંસદ અને બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તી કોરોના સંક્રમિત

ઘણા બંગાળી કલાકારો  કોરોના સંક્રમિત જોવા મળ્યા  છે, જેમાં રાજ ચક્રવર્તી, તેમની પત્ની સુભાશ્રી ગાંગુલી અને પરમબ્રતા ચેટર્જીનો સમાવેશ થાય છે

Top Stories Entertainment
વવવવવવવવ TMC સાંસદ અને બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તી કોરોના સંક્રમિત

‘ટીએમસી સાંસદ અને બંગાળી સ્ટાર મિમી ચક્રવર્તીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો  છે.તેમમે આ માહિતી તેમના ચાહકોને સોસિયલ મીડિયા પર આપી હતી ,હાલ તે હોમ ક્વોરેન્ટાઇન છે.

ઘણા બંગાળી કલાકારો  કોરોના સંક્રમિત જોવા મળ્યા  છે, જેમાં રાજ ચક્રવર્તી, તેમની પત્ની સુભાશ્રી ગાંગુલી અને પરમબ્રતા ચેટર્જીનો સમાવેશ થાય છે. મિમી ચક્રવર્તીએ ટ્વિટર પર એક નોંધ પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, “છેલ્લા કેટલાક દિવસોમાં મારા ઘરની બહાર ગઈ નથી કે કોઈ જાહેર વાતચીત કરી નથી.  હું મારા ડૉક્ટરની સલાહ લઈ રહી છું અને મારી જાતને ઘરમાં રાખી છે.

તેમણે વધુમાં કહ્યું કે  “હું દરેકને યોગ્ય સાવચેતી રાખવા અને કોઈપણ જોખમને ટાળવા માટે હંમેશા માસ્ક પહેરવાની વિનંતી કરુછું. કૃપા કરીને માસ્ક પહેરો અને સલામત રહો.

 

મિમી ચક્રવર્તીએ બોજેના તે બોજેના, ગોલ્પો હોલીયો શોટી અને પોસ્ટો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 2019 માં, તેણી રાજકારણમાં જોડાઈ અને તૃણમૂલ કોંગ્રેસ પક્ષ માટે સામાન્ય ચૂંટણીમાં જાદવપુર લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી. તેઓ 17મી લોકસભામાં જાદવપુર મતવિસ્તારમાંથી સંસદસભ્ય છે.