Not Set/ video: રથયાત્રામાં હિલિયમ બલૂન દ્વારા રખાશે બાજ નજર,એક ઉડાન પાછળ 2 લાખનો ખર્ચ

અમદાવાદ અમદાવાદની રથયાત્રામાં પોલીસ દ્વારા કોઈ ગુનાહિત કાર્ય કે કોઈ ઘટના ન બની જાય તેને ધ્યાનમાં રાખીને ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે . અમદાવાદમાં ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા શનિવારે એટલે 14મી તારીખે નીકળશે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થાય તે માટે શહેર પોલીસે અમદાવાદમાં ચારે બાજુ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. રથયાત્રા શાંતિપૂર્ણ […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos
bhavnagar 8 video: રથયાત્રામાં હિલિયમ બલૂન દ્વારા રખાશે બાજ નજર,એક ઉડાન પાછળ 2 લાખનો ખર્ચ

અમદાવાદ

અમદાવાદની રથયાત્રામાં પોલીસ દ્વારા કોઈ ગુનાહિત કાર્ય કે કોઈ ઘટના ન બની જાય તેને ધ્યાનમાં રાખીને ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે . અમદાવાદમાં ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા શનિવારે એટલે 14મી તારીખે નીકળશે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થાય તે માટે શહેર પોલીસે અમદાવાદમાં ચારે બાજુ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.

રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યુ છે. આ વખતે ઇઝપાયેલના ખાસ બલુનને 1500 ફુટની ઉંચાઇ પરથી 6 કી.મી નીચેના દ્રશ્યો લેવામા આવશે.

આ સાથે ઇઝરાયેલ પદ્ધતિના હિલીયમ બલૂન ડ્રોનથી વોચ રખાવામાં આવશે. બીએસએફના જવાનોનો કાફલો હિલિયમ બલૂન સાથે જમ્મુથી અમદાવાદ આવ્યા છે.

જમીનની બારીકમાં બારીક હલચલ પર આ ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે. હિલિયમ બલૂનની એક ઉડાન પાછળ 2 લાખનો ખર્ચ થાય છે. આકાશી ઉડાન દરમ્યાન હિલિયમ બલૂન ડ્રોન દ્વારા  નજર રાખવામાં આવશે. હિલિયમ બલૂન અંદાજે 6 કિલોમીટરની રેન્જ ધરાવે છે.