ભાવ વધારો/ ખાદ્ય તેલ અને કઠોળમાં ફુગાવો વધ્યો, જ્યારે પાક આવશે ત્યારે રાહત અપાશે : નાણામંત્રી નિર્મલા સીતારમણ

ફુગાવો વધવા માટે ખાદ્ય તેલ અને કઠોળ મુખ્ય ફાળો આપે છે. નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે બજારમાં તેમનો પુરવઠો વધારીને તેમને સસ્તું બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે સરકારે ફી ઘટાડવા જેવા પ્રયાસો કર્યા છે.

Top Stories India
niru ખાદ્ય તેલ અને કઠોળમાં ફુગાવો વધ્યો, જ્યારે પાક આવશે ત્યારે રાહત અપાશે : નાણામંત્રી નિર્મલા સીતારમણ

કોરોના કાળમાં ફરી એક વખત આમ આદમી માટે માઠા સમાચાર છે. દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ કામ ધંધા થાળે પડી રહ્યા છે ત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપરાંત લોકોની ખરીદશક્તિ વધશે તેવી અપેક્ષા વેપારીઓને જોવા મળી રહી હતી. પરંતુ ફરી એક વખત આમ આદમીના ખિસ્સા પર પાર આવશે. ખાદ્યતેલ અને કઠોળમાં ફરી એક વખત ભાવ વધારો નોંધાયો છે. જોકે આમ આદમીને આપ આ વધારાની અસર લાંબાગાળા સુધી નહીં રહે તેવી સરકારે ધરપત આપી છે.

રાજસ્થાન / બાડમેરમાં મોટો અકસ્માત, IAF નું મિગ -21 બાઇસન પ્લેન ક્રેશ

પેટ્રોલની કિંમતોના મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળીને પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ અને ડ્યુટી ઘટાડવા માટે કામ કરશે. મહેસૂલ સચિવ તરુણ બજાજે જણાવ્યું હતું કે બજારમાં પાક લણ્યા બાદ ફુગાવો નીચે આવશે. એવી અપેક્ષા છે કે આવનારા સમયમાં ફુગાવો 4-6 ટકા નીચે આવશે.

ગુજરાત / ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત, 677 બિન હથિયારધારી ASI ને મળશે એડહોક પ્રમોશન

RBI પણ ફુગાવા પર માર્ગદર્શન લઈને આવી

બજાજે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે RBI ફુગાવા અંગે માર્ગદર્શન લઈને આવી છે. મોંઘવારી થોડી વધારે છે. થોડા સમયમાં તે ઘટશે. એકવાર પાક બજારમાં આવી જાય પછી લોકોને મોંઘવારીમાંથી રાહત મળશે. આ સાથે તેમણે ફુગાવો ઘટાડવાના સરકારના પ્રયાસો વિશે જણાવ્યું. સરકારે કઠોળ અને ખાદ્ય તેલ જેવી વસ્તુઓ પર ડ્યૂટી ઘટાડી છે.

પ્રેરણાદાયી પોલીસ / ગુનાહિત દુનિયા છોડીને યુવતી બની IFS, આજે વિદેશમાં ભારતીય એમ્બેસીમાં કરે છે કામ

sago str 18 ખાદ્ય તેલ અને કઠોળમાં ફુગાવો વધ્યો, જ્યારે પાક આવશે ત્યારે રાહત અપાશે : નાણામંત્રી નિર્મલા સીતારમણ