Not Set/ 16 કરોડનું એક ઈન્જેક્શન..! બ્રિટનના 8 સપ્તાહનું બાળક પીડાય છે આ ગંભીર બીમારીથી

દરત ક્યારેક કરે તો કેવી કસોટી કરે છે તમે કલ્પના પણ કરી ન શકો. બ્રિટનના 8 જ સપ્તાહના બાળકને એવી ખતરનાક બિમારી થઈ છે જેના ઈલાજ માટેનું એક ઈન્જેક્શન વિશ્વનું સૌથી મોંઘુ ઈન્જેક્શન છે. કિંમત કેટલી છે જાણો છો. એક જ ઈન્જેક્શનની કિંમત છે 16 કરોડ રૂપિયા.

Top Stories World
ધીંગા ગવર 11 16 કરોડનું એક ઈન્જેક્શન..! બ્રિટનના 8 સપ્તાહનું બાળક પીડાય છે આ ગંભીર બીમારીથી

કુદરત ક્યારેક કરે તો કેવી કસોટી કરે છે તમે કલ્પના પણ કરી ન શકો. બ્રિટનના 8 જ સપ્તાહના બાળકને એવી ખતરનાક બિમારી થઈ છે જેના ઈલાજ માટેનું એક ઈન્જેક્શન વિશ્વનું સૌથી મોંઘુ ઈન્જેક્શન છે. કિંમત કેટલી છે જાણો છો. એક જ ઈન્જેક્શનની કિંમત છે 16 કરોડ રૂપિયા.

  • ખતરનાક સ્પાઈનલ મસ્કુલર અટ્રોફીની બિમારી
  • દુનિયાની સૌથી મોંઘી દવાની પડશે જરૂર
  • એક જ ઈન્જેક્શનની કિંમત 16 કરોડ રૂપિયા!
  • આટલા મોંઘા ઈલાજથી ચિંતામાં માતા-પિતા

બ્રિટનના કોલચેસ્ચરમાં જન્મેલાં 8 જ સપ્તાહના બાળક એડવર્ડને દુનિયાની સૌથી વિષમ ગણાતી સ્પાઈનલ મસ્કુલર અટ્રોફી નામની બિમારી થઈ છે. આ બિમારીમાં બાળકનું બચવું મુશ્કેલ છે. આ બિમારીમાં છાતીના સ્નાયુ નબળા પડી જવાને કારણે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. આગળ જતાં સમસ્યા વધવાથી દર્દીનું મોત થઈ જાય છે. જો કે ત્રણ વર્ષ પહેલાં જ આ બિમારીનો ઈલાજ શોધી લેવાયો છે. પણ કિંમત સાંભળીને ભલભલા સદ્ધર વ્યક્તિને પણ ચક્કર આવી જાય. જોલગેનેસ્મા નામથી ઓળખાતું એક જ ઈન્જેક્શન આ માટે આપવું પડે છે. આ ઈન્જેક્શનની કિંમત છે રોકડા 16 કરોડ રૂપિયા! બ્રિટનમાં તો આ ઈન્જેક્શન ઉપલબ્ધ પણ નથી. તેને અમેરિકા, જાપાન કે જર્મનીથી મગાવવું પડે છે. દુનિયાના સૌથી મોંઘા ઈલાજ તરીકે ઓળખાતા જોલગેનેસ્મા ઈન્જેક્શનનો એક જ ડોઝ આ બિમારીમાં અગાઉ ઘણાં બાળકોને તારી ચૂક્યો છે. આ ઈન્જેક્શન બાદ ગ્લિબેરા થેરાપી બીજા નંબરનો મોંઘો ઈલાજ છે જેની કિંમત 7.3 કરોડ રૂપિયા છે. જ્યારે ત્રીજા ક્રમે છે લક્સટુર્ના ઈન્જેક્શન જેની કિંમત છે 6 કરોડ રૂપિયા.

Only Eight Week Old Boy Will Get An Injection Of Rupees 16 Crore Suffering  From SMA Disease - अजबः 8 हफ्ते के बच्चे को लगेगा 16 करोड़ का इंजेक्शन,  जानिए क्या है

  • એડવર્ડના માતા-પિતા કંઈપણ કરી છૂટવા તૈયાર
  • જોન અને મેગને ચાલુ કર્યું ક્રાઉડ ફંડિગ
  • ક્રાઉડ ફંડિગ નાણાં એકઠા કરવાની પદ્ધતિ
  • પબ્લિકને મદદ કરવા જાહેર અપીલ કરાય છે
  • અત્યાર સુધીમાં 1 કરોડ રૂપિયા થયા એકઠા

એડવર્ડના માતા-પિતા જોન અને મેગન તેને બચાવવા માટે કંઈપણ કરી છૂટવા તૈયાર છે. આ માટે ઈન્ટરનેટ પર નાણાં એકઠા કરવા માટે લોકોને કરવામાં આવતી અપીલ કે જેને ક્રાઉડ ફંડિગ કહેવામાં આવે છે તે પણ તેઓ કરી રહ્યાં છે. સદનસીબે તેમણે 1 કરોડની રકમ એકઠી પણ કરી લીધી છે જો કે મંઝિલ હજુ ઘણી દૂર છે. 16 કરોડ એકઠા કરવામાં જે સમય લાગશે ત્યાં સુધી એડવર્ડને ઝીંક ઝિલવી પડશે. એકઠા થશે કે કેમ તે પણ એક સવાલ છે કે રકમ ખૂબ મોટી છે. જોઈએ બ્રિટનનો એડવર્ડ ભાગ્યનો બળિયો સાબિત થાય છે કે નહીં? બેસ્ટ ઓફ લક એડવર્ડ

બ્યૂરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ

#coronavaccine / વિશ્વના ઘણા દેશોમાં રસીકરણ ચાલુ, પરંતુ આ અહેવાલો ડરાવે છે, જ…

Corona Virus / મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ : ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન ક…

#vaccinations / વ્યક્તિ દીઠ બે ડોઝ, રાજકોટ સહિત રાજ્યભરમાં આ રીતે થશે કોરોના…