પાકિસ્તાન/ જિન્ન સાથે વાત, બ્લેક મેજિક… રહસ્યમય છે બુશરા બીબીની વાર્તા, હવે ઈમરાન ખાનની ત્રીજી પત્ની ઈમરાનને છોડીને પહોંચી લાહોર !

ઈમરાન ખાન અને તેની ત્રીજી પત્ની બુશરા બીબી વચ્ચે લડાઈ થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બુશરા બીબી ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનનો આલીશાન બંગલો છોડીને લાહોર ગઈ છે.

World
ઈમરાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આ દિવસોમાં રાજનીતિની સાથે સાથે પોતાના અંગત જીવનમાં પણ સંકટનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ઈમરાન ખાન અને તેની ત્રીજી પત્ની બુશરા બીબી વચ્ચે લડાઈ થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બુશરા બીબી ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનનો આલીશાન બંગલો છોડીને લાહોર ગઈ છે. જો કે ઈમરાનની પાર્ટી પીટીઆઈએ આ સમાચારને નકારી કાઢ્યા છે. બુશરાના ઘર છોડ્યા બાદ પાકિસ્તાનમાં આ દિવસોમાં ઘણી વાતો ચાલી રહી છે.

આ પણ વાંચો :સ્વિટ્ઝર્લેન્ડમાં સિગારેટની જાહેરાતો અને પ્રાણીઓ પર દવાઓના પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવા માટે યોજાઈ રહ્યો છે લોકમત 

ઈમરાનની પહેલી પત્ની જેમિમા ગોલ્ડસ્મિથ છે, જે બ્રિટિશ નાગરિક છે, જેને બે પુત્રો છે. ઈમરાનના બીજા લગ્ન પત્રકાર રેહમ ખાન સાથે હતા અને આ લગ્ન માત્ર 8 મહિના જ ટકી શક્યા. ત્રીજી પત્ની બુશરા છે જેને તેના પહેલા લગ્નથી પાંચ બાળકો છે.

 ઈમરાન ખાને તેની બીજી પત્ની રેહમ ખાન સાથે છૂટાછેડા લીધા બાદ 2018માં બુશરા બીબી સાથે લગ્ન કર્યા હતા. બુશરા બીબી, જે પોતાને એક આધ્યાત્મિક ઉપચારક તરીકે વર્ણવે છે, તેને બ્લેક મેજિક કરવાવાળી પણ કહેવામાં આવે છે અને તેના વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ઈમરાનને સત્તામાં લાવવામાં મોટો ફાળો હતો. બુશરાના ગુસ્સાવાળા સ્વભાવ વિશે પણ ઘણું કહેવાય છે. એકવાર દરવાજો ખોલવામાં વિલંબ થયો, બુશરાએ 20 પાકિસ્તાની અધિકારીઓની બદલી કરી હોવાનું કહેવાય છે.

બુશરા બીબી વિશે કેટલીક વાતો લોકપ્રિય છે, કહેવાય છે કે તે ચહેરો વાંચી શકે છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની મહિલા સાંસદ ઉઝમા કારદારનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઓડિયોમાં ઉઝમા કહે છે કે બુશરા બીબી સાથે વાત કરે છે. ઉઝમાએ દાવો કર્યો હતો કે બુશરાની પાકિસ્તાન આર્મીમાં સંપૂર્ણ દખલ છે.

રવિવારે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના એક સહાયકે ચેતવણી આપી હતી કે સરકાર પાકિસ્તાનની પ્રથમ મહિલા બુશરા બીબી સામે “અપમાનજનક અને બનાવટી” વક્તવ્ય આપનાર પત્રકાર  સામે કાનૂની કાર્યવાહી કરશે. ડેઈલી પાકિસ્તાનના અહેવાલ મુજબ, રાજકીય સંદેશાવ્યવહાર પર વડાપ્રધાનના વિશેષ સહાયક શાહબાઝ ગિલે કહ્યું કે ‘પ્રથમ મહિલા વિશે ખોટા સમાચાર ફેલાવનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે’.

આ પણ વાંચો :કેન્યાના પૂર્વ PMએ કેરળમાં તેમની પુત્રીની સારવાર કરાવ્યા બાદ લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો :United Nationsના પાંચ કર્મચારીઓનું અલ-કાયદાએ કર્યું અપહરણ

આ પણ વાંચો :મોંઘવારી વધતા સરકારની ચિંતા વધી, હાઉસિંગ ફુગાવો અને કન્ઝ્યુમર ગૂડ્ઝના ભાવ પહોચ્યાં આસમાને

આ પણ વાંચો :અમેરિકા તરફથી નાણાંની ચૂકવણી ન થવાને કારણે, લોકોને મદદ કરવામાં સક્ષમ નથી : તાલિબાનો દાવો