Not Set/ વડોદરાની મધ્યસ્થ જેલના કેદીઓ કોરોના સંક્રમિત

વડોદરાની મધ્યસ્થલના 12 કેદીઓ કોરોના સંક્રમિત થતાં તેમને કોવિડ સેન્ટરમાં લઇ જવાયા હતાં

Gujarat
lal baag વડોદરાની મધ્યસ્થ જેલના કેદીઓ કોરોના સંક્રમિત

ગુજારાતમાં કોરોનાની બીજી લહેરે માઝા મૂકી છે.દરેક જિલ્લામાં પ્રતિદિન કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યાં છે કોરોના સંક્રમણ પહેલા તબ્બકાની સરખામણીમાં વધુ ઝડપથી સ્પ્રેડ થઇ રહ્યો છે. વડોદરામાં  કોરોનાના પોઝેટીવ કેસો વધ્યા છે. વડોદરાની મધ્યસ્થ જેલના કેદીઓ કોરોના પોઝેટીવ મળ્યા છે.

વડોદરાની મધ્યસ્થલના 12 કેદીઓ જે કોરોના સંક્રમિત થતા  તેમને લાલબાગ અતિથિગૃહ કોવિડ સેન્ટરમાં એડમીટ કરવામાં આવ્યાં છે. હાલ આ સેન્ટર 19 લોકો સારવાર હેઠળ છે જેમાં વડોદરાની જેલના 12 કેદીઓ પણ સામેલ છે, જેલના કેદીઓ કોરોના સંક્રમિત મળતા હાહાકાર થઇ ગયો છે જેલના કેદીઓમાં કોરોના સંક્રમણ વધતાં તે ચિંતાની બાબત છે. કોરોના પોઝેટીવ એક કેદી પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો છે. તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં તે સત્વરે પકડાઇ ગયો હતો. આ ઘટના બનતા પોલીસે લાલબાગ અતિથિગૃહ પાસે પોલીસનો કાફલો ગોઠવી દીધો છે.