Not Set/ INS કરંજ શા માટે બનશે દુશ્મનો માટે કાળ..?આવો જાણીએ તેની વિશેષતાઓ

INS કરંજ શા માટે બનશે દુશ્મનો માટે કાળ..?આવો જાણીએ તેની વિશેષતાઓ

Trending Mantavya Vishesh
નિકોલ 7 INS કરંજ શા માટે બનશે દુશ્મનો માટે કાળ..?આવો જાણીએ તેની વિશેષતાઓ

@ચિરાગ પંચાલ, અમદાવાદ

સમુદ્રમાં વધતી ચીનની તાકાત અને તેના વર્ચસ્વને જોતાં ભારતે પણ પોતાની તૈયારી મજબૂત કરી લીધી છે. અને નૌસેનાની તાકાતમાં વધારો કરવા માટે ભારત છ પમાણું શક્તિ સંચાલિત સબમરીનોને નૌસેનામાં સામેલ કરવાની યોજના પર ઝડપથી કામ કરી રહયુ છે. તેના ભાગરૂપે સમુદ્રમાં તોફાન મચાવી દે તેવી એક સાયલન્ટ સબમરીન ભારતીય નૌસેનામાં સામેલ થઇ ગઇ છે.

સમુદ્રની લહેરોમાં હવે આવશે તોફાન

ચીન પાડશે ચીખો, પાક માંગશે પાણી

હિંદ મહાસાગરમાં મચશે ભારે હલચલ

 સમુદ્રમાં ભારતનો ‘સાયલન્ટ કિલર’

અદ્રશ્ય 2 INS કરંજ શા માટે બનશે દુશ્મનો માટે કાળ..?આવો જાણીએ તેની વિશેષતાઓ

હિંદ મહાસાગરમાં ભારે હલચલ મચવાની છે. સમુદ્રની લહેરોમાં એક તોફાન આવનારૂ છે. દુશ્મનોના દિલમાં ખૌફ પેદા થવાનો છે. કારણ કે ભારતીય નૌસેનાની તાકાતમાં જબરજસ્ત વધારો થયો છે. તમને જણાવી દઇએ કે ભારતીય નૌસેનામાં સામેલ થયો છે સમુદ્રનો એવો શાતિર શિકારી જેના હૂમલાથી બચવું મુશ્કેલ જ નહી પણ અશક્ય છે. એવો સાયલન્ટ કિલર જે દુશ્મનને અંદોજ પણ લગાવવા નથી દેતો અને જ્યારે મોતની બિલકુલ નજીક પહોચી જાય,તો સંભાળવાની તક પણ નથી મળતી. તેના કિલર ઇન્સ્ટીંગ અને અગ્રેસેવ એપ્રોચને કારણે મોટા માં મોટી વોરશિપ પણ પોતાને લાચાર મહેસુર કરે છે. ભારતીય નૌ સેનાનું એક એવું વિદ્ધવંશક હથિયાર જે એન્ટિશીપ મિસાઇલ પણ છોડી શકે છે. અને જમીન પર દુશ્મનોની ટેન્ક પર પણ હૂમલો કરવામાં સક્ષમ છે. સમગ્ર રીતે સ્વદેશી પદ્ધતિથી તૈયાર થયેલું આવુ સબમરીન જે કોઇ રડારની પકડમાં નથી આવી શકતું. અને તેના હૂમલાથી થોડી જ સેકન્ડમાં ટાર્ગેટ ધ્વસ્ત થઇ જાય છે. ભારતીય નેવીની શાન અને આત્મનિર્ભર ભારતની મિસાલ આઇએનએસ કરંજ ભારતીય નૌસેનામાં સામેલ થનારી ત્રીજી સ્કોર્પિયન કલાસ સબમરીન છે.

karang INS કરંજ શા માટે બનશે દુશ્મનો માટે કાળ..?આવો જાણીએ તેની વિશેષતાઓ

INS કરંજ શા માટે બનશે દુશ્મનો માટે કાળ..?

INS કરંજને શા માટે કહેવાય છે સાયલન્ટ કિલર.?

INS કરંજથી કેવી રીતે વધશે ભારતીય નેવીની તાકાત?

ભારતીય સેનાને તેની ત્રીજી સ્કોર્પિયન સબમરીન મળી ચૂકી છે. જેનાથી ભારતીય સેનાની તાકાતમાં અનેકઘણો વધારો થયો છે. એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ, વોરફેરની કેપેસીટી ધરાવતું આઇએનએસ કરંજ દુશ્મનોના કાળથી કમ નથી. સમુદ્રમાં સાયલન્ટ કિલરના નામથી ઓળખાતી આઇએનએસ કરંજ મુંબઇ ડોકયાર્ડથી ભારતીય નૌસેનામાં સામેલ થઇ છે.

Indian Navy Commissions Third Scorpene-class Submarine INS Karanj

ભારતીય નૈસેનામાં સામેલ થયેલી સબમરીન સંપુર્ણ રીતે સ્વદેશી છે. અને તેમાં ડિઝલ ઇલેક્ટ્રીક એન્જીન લાગેલું છે. તે પરમાણું સબરમરીન કરતાં આકારમાં ઘણી નાની છે. અને એટલા માટે તેની આક્રમકતા, સટકીતા અને ટાર્ગેટની ક્ષમતા વધી જાય છે.  તેની લંબાઇ ૨૨૧ ફૂટ,પહોળાઇ ૨૦ ફૂટ અને ઉંચાઇ ૪૦ ફૂટ છે. જ્યારે તે સપાટી પર હોય છે ત્યારે તેનું વજન ૧૬૧પ ટન હોય છે. પણ જ્યારે તે પાણીની અંદર હોય છે ત્યારે તેનું વજન ૧૭૭પ ટન થાય છે. સપાટી પર તેની ગતિ ૨૯ કિલોમીટર પ્રતિકલાક છે અને પાણીની અંદર ૩૭ કિલોમીટર પ્રતિકલાક.

karang 1 INS કરંજ શા માટે બનશે દુશ્મનો માટે કાળ..?આવો જાણીએ તેની વિશેષતાઓ

આઇએનએસ કરંજ જ્યારે પાણીની સપાટી પર હોય છે. ત્યારે તેની ફાયરીંગ રેઝન ૧૨ હજાર કિલોમીરની છે, અને પાણીની અંદર ૧૦૨૦ કિલોમીટર, આ સબમરીન પચાસ દિવસ સુધી પાણીની અંદર રહી શકે છે. આઇએનએસ કરંજ કલવારી કલાસની ત્રીજી સબમરીન છે. અને તેમાં ભારતીય નૌસેનાના ૮ અધિકારી., અને ૩પ નાવિકો રહી શકે છે. આઇએનએસ કરંજ પાણીની અંદર ૩પ૦ મીટર એટલે કે ૧૧પ૦ ફૂટ સુધી ઉંડે જઇ શકે છે. તેમાં ૨૧ ઇંચના ટોરપિડો ટ્યુબ છે. એટલે કે તેમાં ૧૮ ટોરપિડો ફીટ કરી શકાય છે. અને આ એક એક ટોરપિડો દુશ્મનના ૧૮ જહાજ અને સબમરીનને તોડી શકે છે.