Bharuch/ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી કેસો માટે અપુરતો સ્ટાફ

ગરીબ દર્દીઓ માટે આશિર્વાદરૂપ માનવામાં આવે છે. દવાખાના માટે સરકારે મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો ઉભું કરી દીધું છે, પરંતુ તેમાં ભૌતિક સુવિધાઓનો સતત અભાવ જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat Others
KEVADIYA SAFARI પાર્ક 10 સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી કેસો માટે અપુરતો સ્ટાફ

@મુનિર પઠાન, ભરૂચ

  • કરોડોના ખર્ચે બનેલ આરોગ્ય કેન્દ્રમાં આજદિન સુધી મુખ્ય તબીબની જગ્યા ખાલી,

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકા મથકે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકાભરની ૧,૦૪,૦૦૦ની વસ્તી માટે સરકારી રાહે દર્દીઓને સારવાર અને નિઃશુલ્ક દવા મેળવવાનું એકમાત્ર કેન્દ્ર છે. ગરીબ દર્દીઓ માટે આશિર્વાદરૂપ માનવામાં આવે છે. દવાખાના માટે સરકારે મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો ઉભું કરી દીધું છે, પરંતુ તેમાં ભૌતિક સુવિધાઓનો સતત અભાવ જોવા મળી રહ્યો છે.

આજે પણ તબીબોની ટીમ, કામકાજ માટે સ્ટાફ તથા મશીનરીનો સદંતર અભાવ છે. સારવાર માટે આવતા આદિવાસી વિસ્તારના ગરીબ દર્દીઓ માટે ઘણા સમયથી એક ઈન્ચાર્જ તબીબ અને એક કાયદેસર તબીબ છે જેની સામે આશરે ૪૦ હજારથી વધુ ઓપીડી થાય છે. તેમ છતાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. હોસ્પિટલમાં અન્ય મોટી સુવિદ્યાઓની સાથે એક્શ-રે, સોનોગ્રાફી મશીન તો છે, પરંતુ તેને ઓપરેટ કરનાર ટેકનીશીયનો પણ હંગામી ધોરણે કામગીરી કરી રહ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરોડોના ખર્ચ  બનેલ આરોગ્ય કેન્દ્રનું વાજતે ગાજતે લોકાપૅણ કર્યું હતું.  અને આદિવાસી વિસ્તારની પ્રજાને ઘરઆંગણે જ તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે તેવી જોરશોરથી ભાષણબાજી કરવામાં આવી હતી. પરંતુ કમનસીબે આજદિન સુધી મુખ્ય તબીબની જગ્યા ખાલી પડી છે. આગામી ટુંક સમયમાં નેત્રંગ સા.આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય તબીબ અને કર્મચારીઓને ભરતી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Covid-19 / ભાજપનાં દિગ્ગજ નેતા દિલિપ સંઘાણી અને તેમના પત્નિ કોરોના સંક્…

Covid-19 / સુરેશ રૈના, ગુરુ રંધાવાની પોલીસે કરી ધરપકડ, કોવિડ નિયમનો કર્…

Kevadiya / સફારી પાર્કના પ્રાણી અને પક્ષીઓના દિલોજાન બનતા આદિવાસી યુવાન…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…