Not Set/ ચોંકાવી દે તેવી છે આ પાકિસ્તાનના ગ્રામ પંચાયતની બળાત્કારની સજા

ઇસ્લામાબાદ પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનના મુલ્તાન શહેરમાં આવેલા જિરગા ગામમાં એક ૧૨ વર્ષની બાળકી પર કેટલાક શખ્શએ રેપ કર્યો હતો. ગામના લોકો ફરિયાદ લઈને પંચાયતમાં ગયા પરંતુ તેમની સજા સાંભળીને લોકો ચોંકી ગયા હતા. પંચાયતનો ફેસલો હતો રેપના બદલામાં રેપ બાળકી પર રેપ લાહોર શહેરથી આશરે ૨૦૦ કિમી દૂર […]

World
rap 1 ચોંકાવી દે તેવી છે આ પાકિસ્તાનના ગ્રામ પંચાયતની બળાત્કારની સજા

ઇસ્લામાબાદ

પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનના મુલ્તાન શહેરમાં આવેલા જિરગા ગામમાં એક ૧૨ વર્ષની બાળકી પર કેટલાક શખ્શએ રેપ કર્યો હતો. ગામના લોકો ફરિયાદ લઈને પંચાયતમાં ગયા પરંતુ તેમની સજા સાંભળીને લોકો ચોંકી ગયા હતા. પંચાયતનો ફેસલો હતો રેપના બદલામાં રેપ બાળકી પર રેપ લાહોર શહેરથી આશરે ૨૦૦ કિમી દૂર આચરવામાં આવ્યો હતો.

પાકિસ્તાન પોલીસના કહ્યા પ્રમાણે ૨૦ માર્ચના રોજ પીરમહેલના ગરીબાબાદ વિસ્તારના એક વ્યક્તિએ આ માસુમ પર રેપ કર્યું હતું. પીડિતાના પરિવારે આરોપીની સામે એફઆઈઆર નોંધવાની વાત કહી તો તેને આ મામલો અદાલતની બહાર જ નીપટાવી લેવાનું કીધું. ત્યારબાદ આ મામલો પંચાયતમાં પહોચ્યો ત્યારે પીડિતાના પરિવારને કહેવામાં આવ્યું કે તે આરોપીની બહેન સાથે રેપ કરે.આ મામલામાં પર પાકિસ્તાનમાં ૧૨ લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલામાં પંજાબમાં એક પોલીસ અધિકારીએ કહ્યું કે ગામની પંચાયતે સજા તરીકે પીડિતા પરિવારને આરોપીની ૧૬ વર્ષની બહેન પર રેપ કરવાનું જણાવ્યું છે કારણકે તેણે ૧૨ વર્ષની માસુમ પર રેપ કર્યો હતો.

ટૂંકમાં પંચાયતની સજા  પ્રમાણે ૧૨ વર્ષની પીડિતાનો ભાઈ આરોપીની ૧૬ વર્ષની બહેન સાથે રેપ કરે.