Not Set/ બ્રિટેનનાં મહારાણી એલીઝાબેથ મહંમદ પૈગંબરના વંશજ છે: રિપોર્ટ

જાણીને અજીબ લાગશે પરંતુ બ્રિટેનની મહારાણી એલીઝાબેથ દ્વિતીય, ઇસ્લામનાં સંસ્થાપક મહંમદ પૈગંબરના વંશજ છે. મોરક્કોનાં સમાચારના એક રીપોર્ટ પ્રમાણે આવો દાવો કરવામાં આવ્યો છે, ત્યાર બાદ આ ખબર દુનિયાભરમાં વીજળીની ગતિએ ફેલાઈ રહી છે. બ્રિટેનના શાહી પરિવારના વંશવૃક્ષની 43 પેઢીઓને ટ્રેસ કર્યા પછી ઈતિહાસકારોએ એવો દાવો કર્યો છે કે એલીઝાબેથ દ્વિતીયનો ઇસ્લામનાં વંશજોથી સબંધ છે. […]

Top Stories World
This is the one word queen elizabeth will never ever say EDITORIAL 9171393bk Tim Rooke REX Shutterstock બ્રિટેનનાં મહારાણી એલીઝાબેથ મહંમદ પૈગંબરના વંશજ છે: રિપોર્ટ

જાણીને અજીબ લાગશે પરંતુ બ્રિટેનની મહારાણી એલીઝાબેથ દ્વિતીય, ઇસ્લામનાં સંસ્થાપક મહંમદ પૈગંબરના વંશજ છે.

મોરક્કોનાં સમાચારના એક રીપોર્ટ પ્રમાણે આવો દાવો કરવામાં આવ્યો છે, ત્યાર બાદ આ ખબર દુનિયાભરમાં વીજળીની ગતિએ ફેલાઈ રહી છે. બ્રિટેનના શાહી પરિવારના વંશવૃક્ષની 43 પેઢીઓને ટ્રેસ કર્યા પછી ઈતિહાસકારોએ એવો દાવો કર્યો છે કે એલીઝાબેથ દ્વિતીયનો ઇસ્લામનાં વંશજોથી સબંધ છે. રીપોર્ટના મુજબ, ઈંગ્લેન્ડના મહારાણી ખરેખર પૈગંબર મોહમ્મદના 43 માં વંશજ છે.

download 3 બ્રિટેનનાં મહારાણી એલીઝાબેથ મહંમદ પૈગંબરના વંશજ છે: રિપોર્ટ

વર્ષ ૧૯૮૬ માં શાહી વંશ પર અધ્યયન કરવા વાળી સંસ્થા બર્ક્સ પીરગેના પબ્લિશિંગ ડાયરેક્ટર હૈરલ્ડ બી બ્રુક્સ બેકરે આ દાવો કર્યો હતો. પરંતુ હવે મોરક્કોના એક સમાચારપત્રે માર્ચ મહિનામાં પોતાના આર્ટીકલમાં એવો દાવો કર્યો છે. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ એલીઝાબેથ દ્વિતીયની બ્લ્ડલાઈન 14 મી સદીના અર્લ ઓફ કેમ્બ્રિજથી મળી આવે છે અને આ મધ્યકાલીન મુસ્લિમ સ્પેનથી લઈને પૈગંબરની પુત્રી ફાતિમા સુધી જાય છે. ફાતિમા હજરત મોહમ્મદના પુત્ર હતા અને તેમના વંશજ સ્પેનના રાજા હતા, જેનાથી મહારાણીનો સબંધ જણાવવામાં આવી રહ્યો છે. આજ કારણોથી, મહારાણીને મોહમ્મદના વંશજ કહેવામાં આવી રહ્યા છે. ધ્યાન દેવા જેવી વાત છે કે ઇસ્લામનો આરંભ પણ સ્પેનમાં 711 ઇસવીમાં અરબના બની ઉમ્મૈયાના સાશનકાળથી થયો હતો. ત્યાં મુસ્લિમ સાશન 1492 ઇસવી સુધી રહ્યું હતું.

download 2 1 બ્રિટેનનાં મહારાણી એલીઝાબેથ મહંમદ પૈગંબરના વંશજ છે: રિપોર્ટ

બર્ક્સ પીર્ગેએ પોતાના દવામાં કહ્યું હતું કે મહારાણી મુસ્લિમ રાજકુમારી જાઈદાના પરિવારથી સબંધ છે. અલમોરાવિદ્સે જયારે અબ્બાસી સલ્તનત પર હુમલો કર્યો હતો ત્યારે જાઈદા પોતાનો જીવ  બચાવવા માટે સ્પેનના રાજા કિંગ અલ્ફોસો છઠ્ઠાના દરબારમાં પહોંચી ગઈ હતી. ત્યાં તેમણે કિંગ સાથે લગ્ન કરી ઈસાઈ ધર્મનો અંગીકાર કર્યો હતો અને પોતાનું નામ ઈસાબેલા રાખી દીધું હતું. કિંગથી તેમને એક પુત્ર થયો હતો જેનું નામ સાંચા હતું. થર્ડ અર્લ ઓફ કેમ્બ્રિજ રિચર્ડ ઓફ કૌન્સબર્ગ સાંચાના વંશજ હતા જે ઈંગ્લેન્ડના કિંગ એડવર્ડ તૃતીયના  પોત્ર હતા.