Not Set/ માલદીવમાં વધી રહેલી ચીનની ગતિવિધિઓ ભારત-અમેરિકા માટે છે ચિંતાનો વિષય : પેન્ટાગોન

વોશિંગ્ટન, માલદીવમાં પાડોશી દેશ ચીન દ્વારા પોતાની ગતિવિધિઓ તેજ કરવામાં આવી રહી છે. ચીનની વધતી આ દખલ ભારત માટે તો ચિંતાનો વિષય બનતું જાય છે પણ હવે દુનિયાની મહાસત્તા કહેવાતા અમેરિકાની ઉંઘ પણ હરામ થતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા માલદીવના એક પૂર્વ મંત્રીએ ચીન પર માલદીવમાં જમીન હડપવાનો આરોપ […]

World
ll માલદીવમાં વધી રહેલી ચીનની ગતિવિધિઓ ભારત-અમેરિકા માટે છે ચિંતાનો વિષય : પેન્ટાગોન

વોશિંગ્ટન,

માલદીવમાં પાડોશી દેશ ચીન દ્વારા પોતાની ગતિવિધિઓ તેજ કરવામાં આવી રહી છે. ચીનની વધતી આ દખલ ભારત માટે તો ચિંતાનો વિષય બનતું જાય છે પણ હવે દુનિયાની મહાસત્તા કહેવાતા અમેરિકાની ઉંઘ પણ હરામ થતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા માલદીવના એક પૂર્વ મંત્રીએ ચીન પર માલદીવમાં જમીન હડપવાનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે વધુમાં જણાવતા તેઓએ જણાવ્યું હતું કે, “આ સ્તિથી પર જો કાબુ લગાવવામાં નહીં આવે તો ભારત અને અમેરિકા બંને દેશો માટે એક મોટો ખતરો પેદા થઇ શકે છે.

જો કે આ આરોપો વચ્ચે પેન્ટાગોન દ્વારા પણ કહેવામાં આવ્યું કે, આ મુદ્દો અમેર્રિકા માટે એક ચિંતાનું કારણ છે.

પેન્ટાગોનના એક ટોચના અધિકારી જોઈ ફેલ્ટરે જણાવ્યું, “અમેરિકા એક સ્વતંત્ર અને ઇન્ડિયા-પેસિફિક નિયમો માટે પ્રતિબદ્ધ છે, પરંતુ જ્યાં સુધી ચીનના પ્રભાવની વાત છે, જ્યાં માલદીવમાં ચિંતિત કરવાવાળી ગતિવિધિઓ જોવામાં આવી છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “આ સ્તિથિ ભારત માટે પણ ચિંતાજનક છે અને અમારા માટે પણ ચિંતાનો વિષય છે. હવે એ જોવાનું છે કે, આ સ્તિથીને કેવી રીતે પડકારવામાં આવે. જે અમારી પ્રાથમિકતાઓમાં શામેલ છે”.

અમેરિકા અને ભારત માટે ઉભો થઇ શકે છે ખતરો

માલદીવમાં ચીન દ્વારા વધારવામાં આવી રહેલો હસ્તક્ષેપ અમેરિકા અને ભારત માટે ચિંતાનો વિષય છે કારણ કે ચીન અને ભારત વચ્ચે સમય-સમય પર વિવાદો જોવા મળ્યા છે. બીજી બાજુ માલદીવ સાથે પણ ભારતના સંબંધોમાં એ સમય દરમિયાન તનાવ જોવા મળ્યો હતો કે જયારે માલદીવના રાષ્ટ્રપતિએ ગત ફેબ્રુઆરી મહિનામાં દેશમાં ઇમરજન્સી ઘોષિત કરી હતી.

પેન્ટાગોન દ્વારા વધુમાં કહેવામાં આવ્યું, “માલદીવમાં ચીનની ગતિવિધિઓ તે તમામ દેશો માટે પણ ચિંતાનો વિષય છે જેઓ રુલ બેસ્ડ ઓર્ડર ઈચ્છે છે. ચીનની કેટલીક ગતિવિધિઓ જે અમે જોઈ છે, તે ચિંતાનું કારણ બની શકે છે કારણ કે તે હિતોને અનુરૂપ નથી”.