Not Set/ પાક. દ્વારા જાહેર કરાયો વધુ એક ફર્જી વીડિઓ, જાધવ પાસે કરાવી પોતાની તરફેણ

પાકિસ્તાનમાં કેદ ભારતના પૂર્વ નેવી અધિકારી કુલભૂષણ જાધવનો વધુ એક વીડિયો બહાર આવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં કુલભૂષણ જાધવ પાકિસ્તાનની તરફેણ કરતા જોવા મળી રહ્યા છે. જાહેર વીડિઓમાં જાધવે તેઓની માતા અને પત્ની સાથેની મુલાકાત અંગે પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવેલા વ્યવહારની પ્રશંસા કરી જયારે ભારતીય રાજદૂત દ્વારા તેઓની માતા અને પત્નીને […]

Top Stories
191316 jadhav family પાક. દ્વારા જાહેર કરાયો વધુ એક ફર્જી વીડિઓ, જાધવ પાસે કરાવી પોતાની તરફેણ

પાકિસ્તાનમાં કેદ ભારતના પૂર્વ નેવી અધિકારી કુલભૂષણ જાધવનો વધુ એક વીડિયો બહાર આવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં કુલભૂષણ જાધવ પાકિસ્તાનની તરફેણ કરતા જોવા મળી રહ્યા છે. જાહેર વીડિઓમાં જાધવે તેઓની માતા અને પત્ની સાથેની મુલાકાત અંગે પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવેલા વ્યવહારની પ્રશંસા કરી જયારે ભારતીય રાજદૂત દ્વારા તેઓની માતા અને પત્નીને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે.

કુલભૂષણ જાધવ વીડિઓમાં બતાવી રહ્યા છે કે, “મને ભારતીય જનતા, ભારત સરકાર અને નેવીના લોકોને ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવી છે કે, મારી ઈન્ડિયન નેવીની નોકરી નથી ગઈ અને હું આજે પણ નેવીનો અધિકારી છું”.

વધુમાં જણાવતા તેઓએ કહ્યું કે, “મારી માતા મને સારા વાતાવરણ જોઈને રાજી હતી. મારી ફિઝિકલ ફિટનેસ જોઈને તે ખુશ થઈ હતી. મેં તેઓને જણાવ્યું કે હું અહીં ઠીક છું. આ લોકો મને સારી રીતે રાખે છે. તેઓ મને ટચ પણ કરતા નથી.”

મહત્વનું છે કે, પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય પૂર્વ નેવી અધિકારી કુલભૂષણ જાધવની તેઓના માતા અને પત્ની સાથે ૨૫ ડિસેમ્બરે મુલાકાત થઈ હતી. ત્યારે જાધવ અને તેમની પત્ની ચેતના- માતા અવંતિકાની વચ્ચે એક કાચની દીવાલ હતી. તેમજ આ મુલાકાત બાદ પાકિસ્તાન પર જાધવના માતા અને પત્ની સાથે દુર્વ્યવહાર કર્યા હોવાના આરોપ લાગ્યા હતા.