Not Set/ ફ્લોરિડા : સંજય પટેલ અમેરિકાના સેનેટમાં રિપબ્લિક બિલને પડકારવા માટે US કોંગ્રેસને ધપાવશે આગળ

ફ્લોરિડા, અમેરિકાના ફ્લોરિડા સ્તિથ બ્રેવાર્ડ કાઉન્ટીના ભારતીય મૂળના અમેરિકન ડેમોક્રેટિક સ્ટેટ કમિટીના સભ્ય સંજય પટેલે ૮ જિલ્લામાં રિપબ્લિકન બિલને પડકારવા માટે કોંગ્રેસને ફ્લોરિડામાં આગળ ધપાવવા માટે જાહેરાત કરી છે. એક વેબસાઈટના જણાવ્યા અનુસાર, સંજય પટેલ એક કાર્યકર્તા, ચેન્જ મેકર અને સંસ્થાકીય પરિવર્તન સલાહકાર તરીકે સરકારી, કોર્પોરેટ અને બિન-નફાકારક ક્ષેત્રોમાં આશરે બે દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે.” […]

World
sanjay patel Houston ફ્લોરિડા : સંજય પટેલ અમેરિકાના સેનેટમાં રિપબ્લિક બિલને પડકારવા માટે US કોંગ્રેસને ધપાવશે આગળ

ફ્લોરિડા,

અમેરિકાના ફ્લોરિડા સ્તિથ બ્રેવાર્ડ કાઉન્ટીના ભારતીય મૂળના અમેરિકન ડેમોક્રેટિક સ્ટેટ કમિટીના સભ્ય સંજય પટેલે ૮ જિલ્લામાં રિપબ્લિકન બિલને પડકારવા માટે કોંગ્રેસને ફ્લોરિડામાં આગળ ધપાવવા માટે જાહેરાત કરી છે.

એક વેબસાઈટના જણાવ્યા અનુસાર, સંજય પટેલ એક કાર્યકર્તા, ચેન્જ મેકર અને સંસ્થાકીય પરિવર્તન સલાહકાર તરીકે સરકારી, કોર્પોરેટ અને બિન-નફાકારક ક્ષેત્રોમાં આશરે બે દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે.”

તેઓએ આ અંગે જણાવ્યું હતું કે, “હું માનું છું કે, સ્પેસ અને ટ્રેઝર કોસ્ટ દ્વારા બધા લોકો માટે આર્થિક, સામાજિક અને પર્યાવરણીય ન્યાય વિશેના પર વાસ્તવિક વાતચીત કેળવવાનો સમય છે. આગામી કેટલાક મહિનાઓમાં હું અમારા સમુદાયમાં મતદારો પાસેથી મળવાનું, તેમજ સંભાળીને તેઓ પાસેથી શીખવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું આશા રાખું છું કે તે એક અસાધારણ પ્રવાસ હશે.

“હું અમેરિકી ડ્રીમ છું, પ્રથમ પેઢીના ઇમિગ્રન્ટ, જે એક હાઇસ્કૂલ શિક્ષણ ધરાવે છે. એવા માતા- પિતાનો પુત્ર છું તેમજ  યુ.સી.એલ.એ. માંથી અર્થશાસ્ત્રની ડિગ્રીમાં સ્નાતક મેળવી એક નાના બિઝનેસની સ્થાપના કરી છે. તે વેપાર, પરોપકારી અને રાજકારણમાં એક બિન-નફાકારક અને પરિવર્તનીય આગેવાની માટે પ્રયાસો કરી રહ્યા છે. તે મારા શિક્ષણ, મારા કામ અને આ ગ્રહ પરના મારા જીવનથી બનેલી કુશળતા અને અનુભવો લેવાના સમય માટે સૌથી અગત્યની છે. આપણા બધા માટે ન્યાયમાં અમારા સામૂહિક ઉદાસી અને આક્રમણને બદલવું છે.

એક વેબસાઈટના જણાવ્યા અનુસાર, ” સંજય પટેલ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી અર્થશાસ્ત્રની ડીગ્રીમાં સ્નાતક થયા છે તેમજ ટૂંક સમયમાં ડેલોઇટ, જિનેન્ટેક તેમજ સાન્તા ક્લેરા કાઉન્ટી સોશિયલ સર્વિસીસ એજન્સીમાં ટેક્નોલોજી, રણનીતિ અને કન્સલ્ટિંગની ભૂમિકામાં તેમની કારકિર્દી શરૂ કરી હતી.

તે પછી તેઓએ “સાન ફ્રાન્સિસ્કોમાં એક નાનો કન્સલ્ટિંગ બિઝનેસ શરૂ કર્યો, અને ત્યારબાદ એક બિનનફાકારક સ્થાપના કરી જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સમગ્ર વિશ્વમાં ચેન્જ મેકર માટે ભંડોળ એકત્રિત કરે છે.

પટેલ “ફ્લોરિડાના પરિવારો માટે સમૃદ્ધિનું નિર્માણ કરવા માગે છે, બધા અમેરિકનો માટે હેલ્થ ગેરેન્ટી તેમજ અમારી જમીન, હવા અને પાણીના રક્ષણ કરવું તેમજ અમારી ઇમિગ્રેશન પોલિસીને સુધારિત કરીને  અમેરિકાના સૌથી ઊંડા મુલ્યોને પ્રતિબંધિત કરવા માંગે છે.

સંજય પટેલના લગ્ન સ્ટેસી પટેલ સાથે થયા છે, જેઓ બ્રેવાર્ડ કાઉન્ટી ડેમોક્રેટીક એક્ઝિક્યુટિવ કમિટીની ચેરમેન છે. ફ્લોરિડા ટુડેના જણાવ્યા મુજબ, આ જોડી ૨૦૧૬માં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનના બર્ની સેન્ડર્સના પ્રતિનિધિઓ તરીકે ચૂંટાયા હતા