Not Set/ રાજસ્થાનમાં લવ-જેહાદના નામ પર વ્યક્તિની હત્યા, વીડિઓ થયો વાઈરલ

રાજસ્થાનના રાજસમંડથી લવ-જેહાદના નામે એક ચોકાવનારી ઘટના સામે આવી છે. બુધવારે રાજસમંડમાં 100 ફીટ રોડ પર હોટેલની નજીક લવ-જેહાદના નામે એક વ્યક્તિની હત્યા થઇ હોવાની ઘટના બની છે. હોટલ નજીકથી એક મજૂરની અર્ધ-દહન થયેલી બોડી પણ મળી આવી હતી. ત્યારબાદ આ ‘લજ જેહાદ’ની ઘટના અંગેનો એક બર્નિંગ બૉડી દર્શાવતી વિડિઓ ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ હતી. […]

Top Stories
sddefault 2 રાજસ્થાનમાં લવ-જેહાદના નામ પર વ્યક્તિની હત્યા, વીડિઓ થયો વાઈરલ

રાજસ્થાનના રાજસમંડથી લવ-જેહાદના નામે એક ચોકાવનારી ઘટના સામે આવી છે. બુધવારે રાજસમંડમાં 100 ફીટ રોડ પર હોટેલની નજીક લવ-જેહાદના નામે એક વ્યક્તિની હત્યા થઇ હોવાની ઘટના બની છે. હોટલ નજીકથી એક મજૂરની અર્ધ-દહન થયેલી બોડી પણ મળી આવી હતી. ત્યારબાદ આ ‘લજ જેહાદ’ની ઘટના અંગેનો એક બર્નિંગ બૉડી દર્શાવતી વિડિઓ ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ હતી.

આ બનાવ બાદ પોલીસના તમામ ઉચ્ચ અધિકારીયો ઘટનાસ્થળે પહોચ્યા હતા. ત્યારબાદ મોડી રાત્રે પોલીસે પુષ્ટિ કરી હતી કે, વિડિઓમાં એક વ્યક્તિનું શરીર બર્નિંગ થઇ રહેલું જોવા મળી રહ્યું છે તેમજ હત્યાના આરોપીની શંભુ લાલ તરીકે ઓળખવામાં આવ્યો છે.