Not Set/ કઠુઆ ગેંગરેપ એક ભયાનક ઘટના, દોષીઓને મળે આકરી સજા : સંયુક્ત રાષ્ટ્ર

વોશિંગ્ટન, જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં માત્ર ૮ વર્ષની માસૂમ બાળકીના ગેંગરેપ અને હત્યાની ઘટનાએ લઇ વધુ એકવાર આપનો દેશ શરમની લાગણી અનુભવી રહ્યો છે. આ ઘટનાને લઇ દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે. દેશના રાજકીય નેતાઓ, બોલીવુડની હસ્તીઓ સહિતના લોકોએ આ ચકચારી ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપી ચુક્યા છે ત્યારે હવે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ મામલાને લઇ પોતાની […]

World
ppp કઠુઆ ગેંગરેપ એક ભયાનક ઘટના, દોષીઓને મળે આકરી સજા : સંયુક્ત રાષ્ટ્ર

વોશિંગ્ટન,

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં માત્ર ૮ વર્ષની માસૂમ બાળકીના ગેંગરેપ અને હત્યાની ઘટનાએ લઇ વધુ એકવાર આપનો દેશ શરમની લાગણી અનુભવી રહ્યો છે. આ ઘટનાને લઇ દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે. દેશના રાજકીય નેતાઓ, બોલીવુડની હસ્તીઓ સહિતના લોકોએ આ ચકચારી ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપી ચુક્યા છે ત્યારે હવે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ મામલાને લઇ પોતાની પ્રતિક્રિયા આપી છે.

કઠુઆ ગેંગરેપ એક ભયાનક ઘટના છે: UN

સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)ના મહાસચિવ એન્તોનિયો ગુટેરેસે કઠુઆમાં માત્ર ૮ વર્ષની માસૂમ બાળકી સાથે રેપ અને તેની હત્યા કરવાની ઘટનાને ભયાનક ગણાવી છે. તેઓએ આ હચમચાવી નાખનારા ગુનાને અંજામ આપનારા આરોપીઓને કાયદાના ડાયરામાં લાવવાની આશા જાહેર કરી છે.

UNના મહાસચિવ ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું, “હું એ આ માસૂમ બાળકી સાથે બળત્કારની આ માનવ વિરોધી ઘટનાનો મીડિયા રિપોર્ટ જોયો હતો. મને આશા છે કે અધિકારીઓ આ આરોપીઓને કાયદાના ડાયરામાં લાવશે જેથી આ બાળકી સાથે રેપ અને તેની હત્યા કરવાના મામલામાં સજા ફટકારવામાં આવે.

PM મોદીએ કહ્યું – આ માસૂમ દિકરીને ન્યાય મળશે 

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ચકચારી ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કઠુઆની ઘટનાને શરમજનક ગણાવી હતી અને આરોપીઓને આકરી સજા ફટકારવા માટે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું, હું દેશને આશ્વાસન આપું છું કે આ ઘટનાના કોઈ અપરાધીને છોડવામાં આવશે નહીં, ન્યાય થશે. અમારી દિકરીઓને ન્યાય મળશે.

૧૦ જાન્યુઆરીના રોજ ૮ નરાધમોએ કર્યો હતો ગેંગરેપ

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ૮ વર્ષની બાળકી સાથે ૧૦ જાન્યુઆરીના રોજ નરાધમોએ ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ આ માસુમ છોકરીની હત્યા પણ કરી હતી. આ ધટનામાં જમ્મુ-કાશ્મીરના જ બે પોલીસ અધિકારીઓ પણ શામેલ હતા. જો કે ત્યારબાદ આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ વર્તમાન બીજેપી-PDP સરકાર દ્વારા આ આરોપીઓને બચાવવા માટે એક સમર્થન રેલી કાઢી હતી તેમજ બચાવવા માટેના તમામ પ્રયાસો પણ કર્યા હતા.

જો કે ત્યારબાદ આ મામલે સ્થાનિક પ્રસાશન દ્વારા કાર્યવાહી કરવામાં આવતા ૨ પોલીસકર્મચારીઓ સહિત ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.