Not Set/ બ્રિક્સના પાંચ સભ્ય દેશોની યોજાશે શિખર પરિષદ

ચીનનાં શિયામેન શહેરમાં ૩થી ૫ સપ્ટેમ્બર બ્રિક્સના પાંચ સભ્ય દેશોની શિખર પરિષદ યોજાઈ રહી છે. ભારતના પીએમ મોદી તેમાં હાજરી આપવાના છે.. મહત્વનું છે કે, ડોકલામ મુદ્દે ચીનને સૈનિકો હટાવવા ફરજ પડયા પછી ચીનને એવો સંદેશો આપવામાં આવ્યો છે કે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચીનનો વિસ્તારવાદ કે દાદાગીરી ચલાવી લેવાશે નહીં..આમ ડોકલામ પછી હવે બ્રિક્સ […]

India World
18 08 2016 jaipurbrics17 બ્રિક્સના પાંચ સભ્ય દેશોની યોજાશે શિખર પરિષદ

ચીનનાં શિયામેન શહેરમાં ૩થી ૫ સપ્ટેમ્બર બ્રિક્સના પાંચ સભ્ય દેશોની શિખર પરિષદ યોજાઈ રહી છે. ભારતના પીએમ મોદી તેમાં હાજરી આપવાના છે.. મહત્વનું છે કે, ડોકલામ મુદ્દે ચીનને સૈનિકો હટાવવા ફરજ પડયા પછી ચીનને એવો સંદેશો આપવામાં આવ્યો છે કે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચીનનો વિસ્તારવાદ કે દાદાગીરી ચલાવી લેવાશે નહીં..આમ ડોકલામ પછી હવે બ્રિક્સ શિખરમાં ચીનને ત્રાસવાદ સહિત અનેક મુદ્દે ઘેરવા ભારત પ્રયાસો કરશે તેવું માનવામાં આવે છે. ડોકલામમાં પછડાટ ખાધા પછી ચીન હવે પાક. પ્રેરિત ત્રાસવાદ પર નકાબ ઢાંકવા કોશિશ કરી રહ્યો છે.પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદનો મુદો બ્રિક્સમાં નહીં ઉઠાવવા ભારત તેમજ અન્ય સભ્ય દેશોને કહેવાયું છે.પાકિસ્તાનનાં ત્રાસવાદ વિરોધી અભિયાનનાં નાટક અંગે ચર્ચા નહીં કરવા સભ્ય દેશોને તાકીદ કરાઈ છે. ચીને ત્રાસવાદ સામે લડવા પાકિસ્તાનની પ્રશંસા કરી છે. પાકિસ્તાને આ માટે જે કુરબાનીઓ આપી છે તેને વિશ્વ સ્વીકારે તેમ ચીન ઇચ્છે છે.