Not Set/ બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ મળતાં લંડન એરપોર્ટ તાત્કાલિક કરાયું બંધ

લંડન, લંડન સિટી એરપોર્ટ પાસે બીજા વિશ્વ યુદ્ધ સમયનો એક બોમ્બ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.  આ બોમ્બ મળ્યા બાદ લંડન સિટી એરપોર્ટને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યુ હતું. Following the discovery of a World War Two ordnance in King George V Dock as part of planned development works, a 214m exclusion […]

World
London city airport બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ મળતાં લંડન એરપોર્ટ તાત્કાલિક કરાયું બંધ

લંડન,

લંડન સિટી એરપોર્ટ પાસે બીજા વિશ્વ યુદ્ધ સમયનો એક બોમ્બ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.  આ બોમ્બ મળ્યા બાદ લંડન સિટી એરપોર્ટને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યુ હતું.

બોમ્બ થેમ્સ નદીની જ્યોર્જ વી ડોક પાસેથી મળ્યો હોવાની માહિતી સામે આવી છે. બોમ્બ હોવાની માહિતી મળતા જ લંડન પોલીસનો કાફલો અને બોમ્બ ડિસ્પોઝેબલ ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બોમ્બ ડિસ્પોઝેબલ ટીમે બોમ્બને નિષ્ક્રિય કરવામાં ભારે જહેમતનો સામનો કરવો પડ્યો હતો. બોમ્બ મળ્યા બાદ લંડન સિટી એરપોર્ટના યાત્રીઓને નિર્દેશ જારી કરવામાં આવ્યો હતો કે તેઓ એરપોર્ટ તરફ ન જાય.

Police cordon near London City Airport

સાથે જ ફ્લાઈટ સંબંધિત કોઈપણ જાણકારી માટે એરલાઈન્સ કંપનીનો સંપર્ક કરે.  તેમજ બોમ્બના જોખમને લઈ  એરપોર્ટ પર વિમાનોની અવર-જવરને થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી, જેને લઈ હજારો યાત્રિકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો.

તો સાથે એરપોર્ટ તરફ જતા રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. લંડન પોલીસનું કહેવુ છે કે, એરપોર્ટ પાસે કેટલાક કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને આ બોમ્બ મળી આવ્યો હતો અને તેમણે આ અંગે અધિકારીઓને જાણ કરી હતી.  બાદમાં એરપોર્ટ ઓથોરીટીએ તાત્કાલિક અસરથી સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખી એરપોર્ટ બંધ કરી દીધું હતું. જાકે હાલ બોમ્બને ડિફ્યુઝ કરી દેવામાં આવતા ખતરો ટળ્યો છે અને ફ્લાઈટ સેવા રાબેતા મુજબ શરુ કરી દેવામાં આવી છે.