Russia-Ukraine war/ રશિયન સૈનિકોએ હેવાનિયતની તમામ હદ કરી પાર ,મહિલાઓની હત્યા કરતા પહેલા તેમની સાથે કર્યા બળાત્કાર

યુક્રેનમાં દરેક જગ્યાએ સામૂહિક કબ્રસ્તાન જોવા મળી રહ્યા છે જ્યાં ઘણા લોકો માર્યા ગયા અને દફનાવવામાં આવ્યા છે. પહેલા બુચા શહેરમાં એક સામૂહિક કબ્રસ્તાન મળી આવ્યું હતું

Top Stories World
9 24 રશિયન સૈનિકોએ હેવાનિયતની તમામ હદ કરી પાર ,મહિલાઓની હત્યા કરતા પહેલા તેમની સાથે કર્યા બળાત્કાર

યુદ્ધ કોઈપણ દેશ વચ્ચે હોય, હત્યા હંમેશા માનવતાની જ હોય ​​છે. છેલ્લા બે મહિનાથી રશિયા દ્વારા માનવીની હત્યા થઈ રહી છે. થોડી જમીનની લાલસાએ એક માણસને હેવાન બનાવી દીધો છે જે માનવતાના મૂલ્યો છોડીને નિર્દોષ લોકોને મારી રહ્યા છે,આ બધું યુક્રેનમાં થઈ રહ્યું છે, જેને રશિયા બે મહિનાથી કચડી રહ્યું છે. યુક્રેનમાં દરેક જગ્યાએ સામૂહિક કબ્રસ્તાન જોવા મળી રહ્યા છે જ્યાં ઘણા લોકો માર્યા ગયા અને દફનાવવામાં આવ્યા છે. પહેલા બુચા શહેરમાં એક સામૂહિક કબ્રસ્તાન મળી આવ્યું હતું અને હવે રાજધાની કિવથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર બીજું સમાન સામૂહિક કબ્રસ્તાન મળી આવ્યું છે.

આ કબરોમાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે ત્યારે હૃદયદ્રાવક વાસ્તવિકતા સામે આવી રહી છે. ડોક્ટરોનો દાવો છે કે જે મહિલાઓના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે તે મહિલાઓ પર પહેલા બળાત્કાર કરવામાં આવ્યા હતા અને પછી તેમને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી દેવામાં આવી હતી.

યુક્રેનિયન ફોરેન્સિક ડૉક્ટર બ્લાડિસ્લાવ પેરોવ્સ્કી અને તેમની ટીમ કિવ નજીક સામૂહિક કબરમાંથી મળેલા મૃતદેહો પર પોસ્ટમોર્ટમ કરી રહી છે. ડૉ.બ્લાડિસલેવના જણાવ્યા અનુસાર, તેમને ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે જે યુક્રેનિયન મહિલાઓને મારીને કબરમાં દફનાવવામાં આવી હતી તેમના પર અગાઉ બળાત્કાર થયો હતો. ડૉ. બ્લાડિસ્લેવે કહ્યું કે તેઓ આનાથી વધુ માહિતી આપી શકતા નથી કારણ કે તેઓ અને તેમની ટીમે હજુ પણ કેટલાંક મૃતદેહોની તપાસ કર્યા બાદ ડેટા તૈયાર કરવાનો બાકી છે.