israel/ ઈઝરાયલની મહિલા સૈનિકોના અપહરણનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે, હમાસના આતંકવાદીઓ સુંદરતાના કરી રહ્યા છે વખાણ

ઈઝરાયલે હમાસના આતંકવાદીઓ દ્વારા સાત મહિલા ઈઝરાયલ સૈનિકોના અપહરણનો ચોંકાવનારો વીડિયો ફૂટેજ શેર કર્યો છે.

World Trending Breaking News
YouTube Thumbnail 2024 05 23T195106.533 ઈઝરાયલની મહિલા સૈનિકોના અપહરણનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે, હમાસના આતંકવાદીઓ સુંદરતાના કરી રહ્યા છે વખાણ

Israel News: ઈઝરાયલે હમાસના આતંકવાદીઓ દ્વારા સાત મહિલા ઈઝરાયલ સૈનિકોના અપહરણનો ચોંકાવનારો વીડિયો ફૂટેજ શેર કર્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં હુમલા દરમિયાન આ મહિલા સૈનિકોનું હમાસ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. હવે આ અપહરણનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો હોસ્ટેજ ફેમિલી ફોરમ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.

ઈઝરાયેલના X એકાઉન્ટે 3 મિનિટથી વધુ લાંબો વીડિયો શેર કર્યો અને લખ્યું, “તેને 230 દિવસ (8 મહિના) કરતા વધુ સમયથી હમાસના આતંકવાદીઓ દ્વારા બંધક બનાવીને રાખવામાં અવાય છે. કલ્પના કરો કે આ યુવતીઓ પર શું વીતી રહી છે.” ગયા વર્ષે 7 ઓક્ટોબરના રોજ, હમાસના ઉગ્રવાદીઓએ દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા, જેના જવાબમાં ઈઝરાયલે ગાઝામાં સૈન્ય હુમલો કર્યો હતો, જેમાં લગભગ 35,000 પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા.

ઈઝરાયલ-હમાસ યુદ્ધ સાથે જોડાયેલા ઘણા વીડિયો સામે આવ્યા છે. લેટેસ્ટ વીડિયો ઈઝરાયલની મહિલા સૈનિકોનો છે. તેનું કથિત રીતે નહલ ઓઝ બેઝ પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ હુમલાખોરોએ બોડી કેમેરા પહેરેલા હતા. તે કેમેરામાં કેદ થયેલા ભયાનક ફૂટેજમાં લીરી અલ્બાગ, કરીના એરીવ, અગમ બર્જર, ડેનિએલા ગિલબોઆ અને નામા લેવી નામની મહિલા સૈનિકોનું અપહરણ થયું હોવાનું બહાર આવ્યું છે.

વીડિયોમાં પાંચ મહિલાઓ જોવા મળી રહી છે, જેમાંથી કેટલીક હજુ પણ પાયજામામાં છે. તે હમાસના આતંકવાદીઓની પકડમાં છે અને દિવાલ સામે ઉભી જોવા મળે છે. તેમના હાથ બંધાયેલા છે અને કેટલાકના ચહેરા પર લોહી છે. એક આતંકવાદી મહિલાઓ તરફ ઈશારો કરીને કહેતો સાંભળી શકાય છે, “ત્યાં છોકરીઓ છે, સ્ત્રીઓ છે, તેઓ ગર્ભવતી હોઈ શકે છે. આ ઝાયોનિસ્ટ છે.” હમાસના આતંકવાદીઓ ઈઝરાયલના લોકોને ઝાયોનિસ્ટ કહે છે. હમાસનો એક આતંકવાદી ઈઝરાયલી મહિલા સૈનિકને કહે છે કે, “તમે ખૂબ જ સુંદર છો.” વીડિયોમાં મહિલાઓને જમીન પર બેસાડવામાં આવી રહી છે. પછી એક મહિલા બંધક આતંકવાદીઓને કહે છે કે “મારા પેલેસ્ટાઈનમાં મિત્રો છે”.

ત્યારે હમાસના આતંકવાદીઓ કહે છે, ‘તમારા કારણે અમારા ભાઈઓ મરી ગયા, અમે તમને બધાને ગોળી મારીશું.’ વીડિયોમાં આગળ દેખાઈ રહ્યું છે કે મહિલાઓને એક પછી એક જીપમાં લાવવામાં આવી રહી છે. હોસ્ટેજ ફેમિલી ફોરમે ઈઝરાયલી સરકારને તાત્કાલિક વાટાઘાટો ફરી શરૂ કરવા વિનંતી કરવાની આશામાં વીડિયો રિલીઝ કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, પાંચ સૈનિકોના સંબંધીઓનું કહેવું છે કે સાર્વજનિક રીતે પ્રસારિત કરવામાં આવેલી ત્રણ મિનિટની ક્લિપ મૂળ 13-મિનિટની ફૂટેજ છે જેને સેન્સર કરીને રિલીઝ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવા રાષ્ટ્રપતિના શપથ પહેલા તાઈવાનની સંસદમાં થઇ મુક્કાબાજી,જુઓ વીડિયો

 આ પણ વાંચો:માલદીવનું વલણ નબળું પડ્યું, રાષ્ટ્રપતિ મુઈઝુએ ભારતની તરફેણમાં આપ્યો મોટો નિર્ણય

 આ પણ વાંચો:દરરોજ 2 વાગ્યે વરસાદ પડે છે, ક્યાં આવ્યું શહેર?

 આ પણ વાંચો:અમેરિકન સંસદની પૂર્વ સ્પીકર નેન્સી પેલોસીના પતિ પર હથોડાથી હૂમલો