surat crime/ સુરતમાં પતિએ કરી પત્નીની હત્યા

મહીધરપુરા ડાંગી શેરીમાં બનેલી ઘટના

Gujarat Surat
Beginners guide to 2024 05 23T195609.598 સુરતમાં પતિએ કરી પત્નીની હત્યા

Surat News : સુરતમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુરતના મહીધરપુરા ડાંગી શેરી વિસ્તારમાં હત્યાનો આ બનાવ બન્યો હતો.

આ બનાવની વિગત મુજબ સુરતના મહિધરપુરા ડાંગી સેરીમાં પતિએ પત્નીની ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સારવાર અર્થે પતિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસને કારણે ઝઘડો થતા આ બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય પત્નીને કોઈ સાથે અફેર હોવાની શંકાને કારણે પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું હોવાનું ચર્ચાય છે.

આ અંગે મહિધરપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનંતનાગ-રાજૌરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 25 મેના રોજ થશે મતદાન, આજથી ચૂંટણી પ્રચાર સમાપ્ત

 આ પણ વાંચો:પોલીસ કેજરીવાલના માતાપિતાની પૂછપરછ કરશે, બિભવ કુમારને આજે કોર્ટમાં રજૂ કરાશે

 આ પણ વાંચો:દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, તમામ પક્ષો પ્રચારમાં લગાવશે જોર