Not Set/ જામનગર : આરીખાણામાં આભ ફાટયું, 1 કલાકમાં 10 ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રના  જુનાગઢ ગીર પોરબંદર –સોમનાથ, જામ નાગર વિસ્તારોમાં ભરેથી અતિ ભારે વરસાદ નોધાયો છે. હવામાન વિભાગની કરેલી આગાહી પ્રમાણે હજુ બે દિવસ ભારે વરસાદ પડી શકે છે. જામનગર જુનાગઢ અને પોરબંદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.  તો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં આરીખાણા ગામમાં એક કલાકમાં 10ઇંચ  જેટલો વરસાદ પડતાં સમગ્ર ગામ જળબંબાકાર થઈ ગયું હતું. લોકોના […]

Top Stories Gujarat Others
rain9 જામનગર : આરીખાણામાં આભ ફાટયું, 1 કલાકમાં 10 ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રના  જુનાગઢ ગીર પોરબંદર –સોમનાથ, જામ નાગર વિસ્તારોમાં ભરેથી અતિ ભારે વરસાદ નોધાયો છે. હવામાન વિભાગની કરેલી આગાહી પ્રમાણે હજુ બે દિવસ ભારે વરસાદ પડી શકે છે.

જામનગર જુનાગઢ અને પોરબંદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.  તો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં આરીખાણા ગામમાં એક કલાકમાં 10ઇંચ  જેટલો વરસાદ પડતાં સમગ્ર ગામ જળબંબાકાર થઈ ગયું હતું. લોકોના ઘરોમાં પાણી ધસી આવ્યા હતા. જામનગર જિલ્લાના ભાણવડ ખાતે પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. હજુ પણ સમગ્ર પંથક માં ભારે વરસાદ ની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી રહી છે.

જામનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચાર કલાકમાં જ ચાર ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત લાલપુર, ધ્રોલ, જોડિયા અને કાલાવડમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે જિલ્લાની અનેક નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. તેમજ જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર મુકાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.