International Museum Day 2023/ જોવા જેવા અદ્ભુત આ 5 મ્યુઝિયમ દુનિયાભરમાં છે પ્રખ્યાત

દર વર્ષે 18 મેના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર દુનિયાના કેટલાક ફેમસ મ્યુઝિયમની લીસ્ટમાં પ્રથમ પાંચ પર છે આ મ્યુઝિયમ

Trending Photo Gallery
ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે

દર વર્ષે 18 મેના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ એક એવી જગ્યા છે કે જ્યાં તમે તે જગ્યાની સંસ્કૃતિ, પરંપરા, સ્થાપત્ય સાથે જોડાઈ શકો છો. આ સાથે જ દુનિયાભરમાં ઘણા મ્યુઝિયમ છે, જેની પોતાની એક વિશેષતા છે. તો આજે એવા જ કેટલાક રસપ્રદ મ્યુઝિયમ વિશેની વાત કરીએ, જ્યાં તમારે એક વાર તો આ સ્થળની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.

ઈમ્પીરીયલ વોર મ્યુઝિયમ, ઈંગ્લેન્ડ

Imperial War Museum London

આ મ્યુઝિયમ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ મ્યુઝિયમ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. અને ખાસ કરી ને જો તમને આધુનિક ઈતિહાસ જાણવામાં રસ હોય તો પછી એકવાર તો તમારે આ મ્યુઝિયમની મુલાકાત જરૂરથી લેવી જોઈએ. આ મ્યુઝિયમની મુલાકાત લેવાનો સમય સવારે 10:00 થી સાંજના 6:00 વાગ્યા સુધીનો છે.

ઉફિઝી ગેલેરી, ફ્લોરેન્સ, ઇટાલી

Florence Tourism (2023): Best of Florence, Italy - Tripadvisor

ઉફીઝી ગેલેરી ઈટલીના સુંદર શહેર ફ્લોરેન્સ ખાતે આવેલી છે. તે વિશ્વના પ્રસિદ્ધ સૌથી મોટા સંગ્રહાલયમાંનું એક માનવામાં આવે છે. આ મ્યુઝિયમ તેના આકર્ષક કલા પ્રદર્શન માટે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. બોટિસેલ્લી, ગિયોટ્ટો, સિમાબ્યુ, માઇકેલેન્ગીલો, લિયોનાર્ડો દા વિન્સી અને રાફેલ જેવા મહાન કલાકારોની કૃતિઓ આ સંગ્રહાલયમાં મુખ્ય આકર્ષણ છે. અહીં પ્રવેશનો સમય સવારે 8:15 થી સાંજના 6:30 સુધીનો છે. આ મ્યુઝિયમ દર સોમવારે બંધ રહે છે.

મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ, ન્યુ યોર્ક, યુએસએ

The Metropolitan Museum of Art – Museum Review | Condé Nast Traveler

મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ 1872 માં બનાવવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ તેના ગોથિક આર્કિટેક્ચર માટે પ્રખ્યાત છે. તમે અહીં માનવ ઇતિહાસ કલાના લગભગ દરેક સ્વરૂપો શોધી શકો છો. આ મ્યુઝિયમમાં સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ રહે છે. આ મ્યુઝિયમમાં પ્રવેશનો સમય સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. મ્યુઝિયમ દર મંગળવાર અને બુધવારે બંધ રહે છે.

બ્રિટિશ મ્યુઝિયમ, લંડન

The British Museum is full of plunder. The Museum of London reflects the city's soul. - The Washington Post

બ્રિટિશ મ્યુઝિયમ વિશ્વના પ્રખ્યાત સંગ્રહાલયોમાંનું એક માનવામાં આવે છે. તે બ્રિટનની રાજધાની લંડનમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના વર્ષ 1753માં કરવામાં આવી હતી, તેને માનવ ઇતિહાસના સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે. અહીં મુલાકાત લેવાનો સમય સવારે 10:00 થી સાંજના 5:00 સુધીનો છે. તમારે અહીં કોઈ પ્રવેશ ફી ચૂકવવાની જરૂર નથી.

વેટિકન મ્યુઝિયમ, ઇટાલી

The Vatican Museums, Vatican City, Italy

આ મ્યુઝિયમ રોમના વેટિકન સિટીમાં આવેલું છે. વેટિકન મ્યુઝિયમ એ વિશ્વના સૌથી જૂના અને સૌથી વધુ મુલાકાત લેવાયેલા સંગ્રહાલયોમાંનું એક છે. આ મ્યુઝિયમની સ્થાપના પોપ જુલિયસ II દ્વારા 6ઠ્ઠી સદીમાં કરવામાં આવી હતી. જો તમે ઇટાલીની મુલાકાત લેવા જાઓ છો, તો આ મ્યુઝિયમ અવશ્ય જુઓ.

આ પણ વાંચો : World Hypertension Day 2023/ આ કારણોથી બાળકોને પણ થઇ શકે છે હાઈ બીપીની સમસ્યા

આ પણ વાંચો : Bollywood/ ‘બજરંગી ભાઈજાન’ની સીકવલમાં નહીં જોવા મળે આ અભિનેતા! તો કોણ હશે નવું કિરદાર

આ પણ વાંચો: Bollywood Masala/ શાહરૂખ લેશે ડોન 3 ની ફિલ્મમાંથી એક્ઝિટ, આ અભિનેતા સાથે કરશે ડોન ફ્રેન્ચાઇઝી રીબૂટ