Not Set/ 291 ભારતીય માછીમારોને મુક્ત કરશે પાકિસ્તાન

કરાંચી, પાકિસ્તાન સરકારે 291 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ માછીમારો અજાણતા પાકિસ્તાનની દરિયાઈ સીમામાં પહોંચી જવાને કારણે પાકિસ્તાનની જેલમાં કેદ હતા. આ અંગેના અહેવાલ અનુસાર પાકિસ્તાન દ્વારા 291 ભારતીય માછીમારોને બે તબક્કામાં મુક્ત કરવામાં આવશે. જેમાં 29મી ડિસેમ્બર 2017ના રોજ અને 8મી જાન્યુઆરી 2018ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાઘા બોર્ડર ખાતેથી […]

Top Stories
fishermen pakistan 291 ભારતીય માછીમારોને મુક્ત કરશે પાકિસ્તાન

કરાંચી,

પાકિસ્તાન સરકારે 291 ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ માછીમારો અજાણતા પાકિસ્તાનની દરિયાઈ સીમામાં પહોંચી જવાને કારણે પાકિસ્તાનની જેલમાં કેદ હતા. આ અંગેના અહેવાલ અનુસાર પાકિસ્તાન દ્વારા 291 ભારતીય માછીમારોને બે તબક્કામાં મુક્ત કરવામાં આવશે.

જેમાં 29મી ડિસેમ્બર 2017ના રોજ અને 8મી જાન્યુઆરી 2018ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાઘા બોર્ડર ખાતેથી મુક્ત કરવામાં આવશે તેમ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે જણાવ્યું હતું. નોંધનીય છે કે 27મી ઓક્ટોબરે પણ પાકિસ્તાન દ્વારા 68 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના ગૃહ વિભાગનું માનીએ તો પાકિસ્તાનની જેલમાં 996 વિદેશી નાગરિકો કેદ છે જેમાં 527 ભારતીયો છે. પાકિસ્તાનમાં કેદ આ ભારતીય નાગરિકોને આતંકવાદ, ખૂન, ડ્રગ સ્મગલિંગ અને ગેરકાયદે રીતે પાકિસ્તાનની સીમામાં પ્રવેશવા સહિતના વિવિધ ગુના હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.

નોંધણીય છે કે, ભારતીય માછીમારો કે જેમાં મોટાભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના માછીમારોનો સમાવેશ થાય છે. તેઓ માછીમારી કરતી સમયે અજાણતા કે પછી દરિયાઈ તોફાનમાં સપડાઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળ સીમા ઓળંગીને પાકિસ્તાનની દરિયાઈ સીમામાં પહોંચી જતા હોય છે અને તેમને જેલમાં કેદ કરવામાં આવે છે. જો કે આવા માછીમારો અંગે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા અવારનવાર પાકિસ્તાન સાથે સંપર્ક અને સંવાદ સાધીને તેમને વતન પાછા લાવવામાં આવતા હોય છે.