ખુલાસો/ આઝમગઢમાંથી પકડાયેલા ISISના શકમંદની ઓવૈસીની પાર્ટી સાથે મળી લિંક, નિશાના પર હતી નુપુર શર્મા

યુપીના આઝમગઢથી ધરપકડ કરાયેલ ISISના શકમંદ સબાઉદ્દીન આઝમીની પૂછપરછમાં ઘણા ખુલાસા થયા છે. આઝમીએ આઝમગઢના અમીલો વિસ્તારમાંથી કાઉન્સિલરની ચૂંટણી લડી છે

Top Stories India
5 16 આઝમગઢમાંથી પકડાયેલા ISISના શકમંદની ઓવૈસીની પાર્ટી સાથે મળી લિંક, નિશાના પર હતી નુપુર શર્મા

યુપીના આઝમગઢથી ધરપકડ કરાયેલ ISISના શકમંદ સબાઉદ્દીન આઝમીની પૂછપરછમાં ઘણા ખુલાસા થયા છે. આઝમીએ આઝમગઢના અમીલો વિસ્તારમાંથી કાઉન્સિલરની ચૂંટણી લડી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, તે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMનો સક્રિય સભ્ય હતો અને રેલીઓમાં નિયમિત હાજરી આપતો હતો.

પૂછપરછમાં એ વાત સામે આવી છે કે સબાઉદ્દીને RSS નેતાઓને ટાર્ગેટ કરવા માટે RSSના નામે એક WhatsGroup બનાવ્યું હતું, જેમાં તે RSS નેતાઓને સતત એડ કરતો હતો. તેનો હેતુ આરએસએસના નેતાઓ વિશે તમામ સંભવિત માહિતી એકત્રિત કરવાનો હતો. સબાઉદ્દીનનું ઈલેક્ટ્રોનિક ઉપકરણ જપ્ત કરવામાં આવ્યું છે. હવે તેની ફોરેન્સિક તપાસથી ખબર પડશે કે તેણે અત્યાર સુધી કયા RSS નેતાઓની માહિતી એકઠી કરી છે.

મીડિયાએ AL-SAQR MEDIA નામની ટેલિગ્રામ ચેનલની તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો. હકીકતમાં, નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન બાદ આ ગ્રુપમાં નુપુર શર્મા વિશે ઉર્દૂ અને અંગ્રેજીમાં એક પોસ્ટર શેર કરવામાં આવી હતી. જેમાં નૂપુર શર્માને નિશાન બનાવવાની વાતો લખવામાં આવી હતી.

આ સિવાય ગ્રુપમાં કાશ્મીરમાં આતંકીઓ સાથે જોડાયેલી માહિતી ક્ષણ-ક્ષણ શેર કરવામાં આવી રહી હતી. આ ગ્રુપમાં ભારતીય સેનાને નિશાન બનાવવાની પણ વાત થઈ હતી.

નોંધનીય છે કે ખતાબ કાશ્મીરી ટેલિગ્રામ ગ્રુપનું નેતૃત્વ કરી રહ્યા હતા. એજન્સીઓ અનુસાર, ‘ખતાબ કાશ્મીરી’ એક કોડ નેમ છે, આ હેન્ડલર હાલમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડરથી કામ કરી રહ્યો છે. દિલ્હી પોલીસ, જમ્મુ-કાશ્મીર પોલીસ ઉપરાંત અનેક રાજ્યોની પોલીસની તપાસમાં ખતાબ કાશ્મીરીનું નામ સામે આવ્યું છે.

ખતાબ કાશ્મીરીએ સબાઉદ્દીન આઝમીને કટ્ટરપંથી બનાવ્યા અને પછી અન્ય આતંકવાદીઓ સાથે તેમનો સંપર્ક કર્યો. ખાતબ કાશ્મીરીનું નામ પણ ગાઝીપુર ફૂલ મંડીમાં મળી આવેલા IEDને લઈને સામે આવ્યું હતું.

ગાઝીપુર ફૂલ મંડીમાં આરડીએક્સનો ઉપયોગ કરીને રાખવામાં આવેલ આઈઈડી રીકવર થયાના થોડા દિવસો પછી, ખતાબ કાશ્મીરીએ એક પોસ્ટર બહાર પાડ્યું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના સ્લીપર સેલે આઈઈડી રાખ્યો હતો અને આગામી દિવસોમાં ભારતમાં વધુ વિસ્ફોટો થશે. હવે એજન્સી આ ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા બાકીના સભ્યોની તપાસમાં વ્યસ્ત છે.