Not Set/ પેરુમાં ૩૦૦ મીટર નીચે ખાબકી બસ, 44 લોકોના મોત, ૨ મહિનામાં બીજી સડક દુર્ઘટના

પેરુના અરેકિવપા વિસ્તારમાં એક ભયંકર બસ દુર્ઘટનામાં ૪૪ લોકોના મોત થયા છે. આ બસ દુર્ઘટનામાં ૨૪ જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાં ૭ જેટલા બાળકો પણ ઘાયલ છે. આ બસ દુર્ઘટના બુધવારે પેરુના કૈમાના રાજ્યના પેન-અમેરીકા નેશનલ હાઈવે પર એક ગંભીર બસ દુર્ઘટના સર્જાઈ હતી. પેરુમાં બે મહિનામાં આ બીજીવાર સડક દુર્ઘટના બની છે. જાન્યુઆરી […]

World
0990a622 0f7c 4353 be0f 6e16bc5fd12c પેરુમાં ૩૦૦ મીટર નીચે ખાબકી બસ, 44 લોકોના મોત, ૨ મહિનામાં બીજી સડક દુર્ઘટના

પેરુના અરેકિવપા વિસ્તારમાં એક ભયંકર બસ દુર્ઘટનામાં ૪૪ લોકોના મોત થયા છે. આ બસ દુર્ઘટનામાં ૨૪ જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાં ૭ જેટલા બાળકો પણ ઘાયલ છે. આ બસ દુર્ઘટના બુધવારે પેરુના કૈમાના રાજ્યના પેન-અમેરીકા નેશનલ હાઈવે પર એક ગંભીર બસ દુર્ઘટના સર્જાઈ હતી.

2680677e 02be 46a2 baaf 4c5f7f369f01 પેરુમાં ૩૦૦ મીટર નીચે ખાબકી બસ, 44 લોકોના મોત, ૨ મહિનામાં બીજી સડક દુર્ઘટના

પેરુમાં બે મહિનામાં આ બીજીવાર સડક દુર્ઘટના બની છે. જાન્યુઆરી મહિનામાં એક બસ નદીમાં પડી ગઈ હતી જેમાં ૪૮ જેટલા લોકોના મોત થયા હતા. ન્યુઝ એન્જસીઓના જણાવ્યાં પ્રમાણે, આ બસ એક પહાડી માર્ગ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ ૩૦૦ મીટર નીચે ખાબકી હતી.

18596021 પેરુમાં ૩૦૦ મીટર નીચે ખાબકી બસ, 44 લોકોના મોત, ૨ મહિનામાં બીજી સડક દુર્ઘટના

આ બસ દુર્ઘટના એટલી ભંયકર હતી કે બસમાં સવાર ૪૪ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક બચાવ દળની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘાયલ લોકોને હેલિકોપ્ટરમાં બેસાડીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે.

7d149fcf 9db2 4362 8241 6c26f29669bc પેરુમાં ૩૦૦ મીટર નીચે ખાબકી બસ, 44 લોકોના મોત, ૨ મહિનામાં બીજી સડક દુર્ઘટના

પેરુના રાષ્ટ્રપતિ પ્રેડો પાબ્લો કુજિસ્કીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અરેકિવપામાં થયેલા બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર અને તેમના પરિવારજનો સાથે સંવેદના છે. સ્થાનિક સરકારના નાગરીક રક્ષા મંત્રી જૈકલીન ચોકે જણાવ્યુ હતું કે, આ દુર્ઘટનામાં ૪૪ લોકોના મોત થયા છે.

peru પેરુમાં ૩૦૦ મીટર નીચે ખાબકી બસ, 44 લોકોના મોત, ૨ મહિનામાં બીજી સડક દુર્ઘટના

ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે. તેમજ ઘાયલોને યોગ્ય સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો પણ કયા કારણસર ગુમાવ્યો તે હજી સામે આવ્યુ નથી.

પરંતુ તેની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે, પેરુમાં ચાલુ વર્ષે આ બીજા સૌથી મોટો બસ અકસ્માત છે આ પહેલા જાન્યુઆરી મહિનામાં એક ભયાનક બસ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૪૮ લોકોના મોત થયા હતા. પેરુમાં બે મહિનામાં આ બીજીવાર સડક દુર્ઘટના બની છે.