Not Set/ જ્યાં ગાંધી-માર્ટીન લુથર કિંગે ભાષણ આપી દુનિયાનું સંબોધન કર્યું હતુ, પીએમ મોદી ત્યાંથી વિશ્વને સંબોધશે

દુનિયાના મોટા-મોટા મંચો પર પોતાના ઓજસ્વી ભાષણથી ધાક જમાવી ચુકેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણનું લંડનના ઐતિહાસિક સેન્ટ્રલ હોલ વેસ્ટમિન્સ્ટર રાહ જોઈ રહ્યું છે. જે મંચ પર મહાત્મા ગાંધી અને માર્ટીન લુથર કિંગ જુનિયર જેવા મહાન નેતાઓએ દુનિયાને સંબોધિત કરી ચુક્યા છે, તે મંચ પર બુધવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભાષણ છે. Join a unique live […]

India
aa Cover 652ovhkibhg82kh6on274ihkn1 20180124184349.Medi જ્યાં ગાંધી-માર્ટીન લુથર કિંગે ભાષણ આપી દુનિયાનું સંબોધન કર્યું હતુ, પીએમ મોદી ત્યાંથી વિશ્વને સંબોધશે

દુનિયાના મોટા-મોટા મંચો પર પોતાના ઓજસ્વી ભાષણથી ધાક જમાવી ચુકેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણનું લંડનના ઐતિહાસિક સેન્ટ્રલ હોલ વેસ્ટમિન્સ્ટર રાહ જોઈ રહ્યું છે. જે મંચ પર મહાત્મા ગાંધી અને માર્ટીન લુથર કિંગ જુનિયર જેવા મહાન નેતાઓએ દુનિયાને સંબોધિત કરી ચુક્યા છે, તે મંચ પર બુધવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભાષણ છે.

ભારત કી બાત, સબ કે સાથ” ના યુરોપ ફોરમના આયોજકોના પ્રમાણે પ્રધાનમંત્રી મોદીનું ભાષણ સમગ્ર દુનિયાની પૃષ્ઠ્ભુમીના લોકો માટે હશે. તે દરમિયાન તેઓ ઉત્તરી ધ્રુવથી ન્યુઝીલેન્ડ અને સાઉદી અરબથી સૈન ફ્રાન્સિસ્કોથી આવેલા સોશિયલ મીડિયાના સવાલોના જવાબ આપશે.

આજથી પ્રધાનમંત્રી મોદીનો સ્વીડન અને બ્રિટનનો પાંચ દિવસીય પ્રવાસની તૈયારીઓની શરૂઆત થાય છે અને વેસ્ટમિન્સ્ટરનું સંબોધન આ યાત્રાનું સૌથી મોટું સંબોધન હશે. પીએમ આજે સ્વીડનની રાજધાની સ્ટોકહોમ પહોંચશે. મંગળવારે તેઓ સ્વીડનના પ્રધાનમંત્રી સ્ટેફન લોફવેન સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. પીએમ સ્વીડનની કંપનીઓના સીઇઓ અને ભારતીય સમુદાયના લોકો સાથેની મુલાકાત લેશે. તેઓ ભારત નોર્ડિક સંમેલનમાં પણ ભાગ લેશે.

મંગળવાર રાતે પીએમ સ્વીડનથી યુકે પહોંચશે. 18 એપ્રિલે બ્રિટીશ પીએમ બ્રિટીશ પીએમ થેરેસા મેને મળશે. બંને નેતા ટેક્નોલોજી, શિક્ષા, અને વ્યાપારિક જેવા દ્વિપક્ષીય મામલો પર વાત થશે. પીએમ મોદી મહારાણી એલીઝાબેથ દ્વિતીય અને પ્રિંસ ચાર્લેસને પણ મળશે. પ્રિંસ ચાર્લ્સ સાથે મોદી યોગ અને આયુર્વેદ પર પ્રમાણિત, શોધ અને તેમના કોઓર્ડિનેશન પર મૂળભૂત નેટવર્ક લોન્ચ કરશે.

આ સિવાય પ્રધાનમંત્રી મોદી CHOGM બેઠકમાં ભાગ લેશે, રાણી એલિઝાબેથ દ્વિતીય પણ આ બેઠકમાં હાજર રહેશે. પ્રધાનમંત્રી 12 મી સદીના લિંગાયત અને સમાજ સુધારક બસવેશ્વરને ટેમ્સ નદીના કિનારે તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. 19 અને 20 એપ્રિલ સવારે પ્રધાનમંત્રી બ્રિટેનના નેતાઓ અને પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત લેશે. લંડન પ્રવાસમાં પીએમ મોદી સીઇઓ ફોરમમાં ભારતીય વિજ્ઞાનીકો સાથે મળશે. 20 એપ્રિલે પીએમ મોદી બ્રિટેનથી જર્મની રવાના થશે જ્યાં તેમની મુલાકાત ચાન્સેલર એન્જેલા માર્કલ સાથે થશે.