Not Set/ સિંગાપોર એરલાયન્સે બનાવ્યો સૌથી લાંબી ઉડાનનો વિશ્વ રેકોર્ડ

વિશ્વની સૌથી મોટી ઉડાન ભરીને એક જેટએરલાઈનર શુક્રવારે નેવાર્ક પહોચી ગયું હતું. સિંગાપોરથી નેવાર્કની આ સફર ૧૮ કલાકની હતી. આ હવાઈમાર્ગ વર્ષ ૨૦૧૩માં બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે ફરીથી ચાલુ કરવામાં આવી છે. સિંગાપોર એરલાયન્સનું વિમાન એસક્યુ૨૨ ચાંગી એરપોર્ટથી બુધવારે રાત્રે ૧૧ વાગીને ૨૩ મીનીટે ઉડાન ભરી હતી. આશરે ૧૮ કલાકનો હવાઈ સફર […]

Top Stories World Trending
Singapore Airlines New York Frankfurt Price સિંગાપોર એરલાયન્સે બનાવ્યો સૌથી લાંબી ઉડાનનો વિશ્વ રેકોર્ડ

વિશ્વની સૌથી મોટી ઉડાન ભરીને એક જેટએરલાઈનર શુક્રવારે નેવાર્ક પહોચી ગયું હતું.

સિંગાપોરથી નેવાર્કની આ સફર ૧૮ કલાકની હતી. આ હવાઈમાર્ગ વર્ષ ૨૦૧૩માં બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હવે ફરીથી ચાલુ કરવામાં આવી છે.

સિંગાપોર એરલાયન્સનું વિમાન એસક્યુ૨૨ ચાંગી એરપોર્ટથી બુધવારે રાત્રે ૧૧ વાગીને ૨૩ મીનીટે ઉડાન ભરી હતી. આશરે ૧૮ કલાકનો હવાઈ સફર બાદ આ પ્લેન નેવાર્ક પહોચ્યું હતું.  તમને જણાવી દઈએ કે આ સફરને કુલ મળીને ૧૭ કલાક અને ૫૨ મિનિટનો સમય લાગ્યો  હતો જો કે આ સફર માટે ૧૮ કલાક ૨૫ મિનિટનો સમય ધારવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ વિમાનમાં ૧૫૦ યાત્રી અને ૧૭ કૃ મેમ્બર હતા. આ વિમાને કુલ ૧૬,૫૦૦ કિલોમીટરનો સફર ખેડ્યો હતો.

આ પહેલાં પણ સિંગાપોર એરલાઇન્સ દ્વારા આ સેવા શરુ કરાઈ હતી પરંતુ 2013માં ઓઈલનાં ભાવ વધારાને કારણે આ રૂટ બંધ કરી દીધો હતો