Not Set/ આ છે દુનિયાની સૌથી મોંધી નંબર પ્લેટ, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો

બ્રિટન, દુનિયાના પ્રત્યેક વ્યક્તિને ઈચ્છા હોઈ છે કે તેની પાસે પોતાની એક મનપસંદ કાર હોય અને પોતાની મનપસંદ કહેવાતી આ કારનો નંબર પણ ખાસ હોય છે.  આ માટે તેઓ હજારો કે લાખો રૂપિયા પણ જયારે ખર્ચ કરવાના આવે ત્યારે ખર્ચ કરતા હોય છે. આ વચ્ચે તમને ખબર પડે કે કોઈ ગાડીની નંબર પ્લેટની કિંમત ૧૩૨ […]

World
fasfsaf આ છે દુનિયાની સૌથી મોંધી નંબર પ્લેટ, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો

બ્રિટન,

દુનિયાના પ્રત્યેક વ્યક્તિને ઈચ્છા હોઈ છે કે તેની પાસે પોતાની એક મનપસંદ કાર હોય અને પોતાની મનપસંદ કહેવાતી આ કારનો નંબર પણ ખાસ હોય છે.  આ માટે તેઓ હજારો કે લાખો રૂપિયા પણ જયારે ખર્ચ કરવાના આવે ત્યારે ખર્ચ કરતા હોય છે.

આ વચ્ચે તમને ખબર પડે કે કોઈ ગાડીની નંબર પ્લેટની કિંમત ૧૩૨ કરોડ રૂપિયા છે. આ જાણીને તમે એક સમયે વાત પર વિશ્વાસ ન પણ કરી શકો, પરંતુ આ એક સત્ય હકીકત છે.

હકીકતમાં બ્રિટનમાં “F1” લેટર વાડી એક ગાડીની નંબર પ્લેટને ૧૩૨ કરોડ રૂપિયામાં સેલ માટે મુકવામાં આવી છે.

તમને જાણીને નવાઈ લાગશે આ નંબર પ્લેટમાં એવું તો શું છે કે તેની કિંમત ૧૩૨ કરોડ રૂપિયા છે. પરંતુ આ પ્લેટની ખાસિયત છે કે F1 શબ્દનો ઉપયોગ ફોર્મૂલા વન માટે કરવામાં આવે છે.

afzal 3.jpg.gallery આ છે દુનિયાની સૌથી મોંધી નંબર પ્લેટ, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો

આ એડને બ્રિટનના બેસ્ડ બિઝનેસમેન અફજલ કાહને પોસ્ટ કરી છે. અફજલ Kahn Design ના માલિક છે અને આ નંબર પ્લેટ હાલમાં તેઓની કાર Bugatti Veyron પર લાગેલી છે.

ડેલીમેલના જણાવ્યા મુજબ, “કાહને પોતે આ નંબર પ્લેટને વર્ષ ૨૦૦૮માં ૪ કરોડ રૂપિયામાં ખરીદી હતી”.

article 2398953 1B65A521000005DC આ છે દુનિયાની સૌથી મોંધી નંબર પ્લેટ, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો

અફજલ કાહન દ્વારા પોસ્ટ કરવામાં આવેલી નંબર પ્લેટની કિંમત ૧૧૦ કરોડ રૂપિયા જ છે પરંતુ ૨૦ ટકા VAT અને ટ્રાન્સફર ફી જોડ્યા બાદ આ પ્લેટની કિંમત ૧૩૨ કરોડ રૂપિયા થઇ છે.

તમને જણાવી દઈએ કે, UKમાં નાગરિકોને પોતાની નંબર પ્લેટનો પૂરો અધિકાર હોય છે અને તેઓ ઈચ્છે ત્યારે તેની હરાજી કરી શકે છે અથવા તો તેને વેચી શકે છે.

મહત્વનું છે કે, અત્યારસુધીની સૌથી મોંઘી નંબર પ્લેટ “D5” છે, જેને ભારતના બલવિન્દર સાહનીએ ૬૭ કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ ઉપરાંત બીજી સૌથી મોંઘી નંબર પ્લેટ “1” હતી, જેને ૨૦૦૮માં ૬૬ કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી.