Not Set/ પાટડીના અંધ ગાયકને લતાદીદી સાથે ઘનિષ્ઠ ઘરોબો

આજે સૂરસામ્રાજ્ઞી લતાદીદીનો 92મો જન્મદિવસ છે, ત્યારે આજથી અંદાજે 25 વર્ષ અગાઉ લતા મંગેશકરની બહેન ઉષા મંગેશકરનો નવસારીમાં પ્રોગ્રામ હતો અને કોઇક કારણોસર તેમની સાથેનો મેલ સીંગર આવી શક્યો નહોંતો. જેથી ઉષાદીદીને તાત્કાલિક કોઇ સારા મેલ સીંગરની જરૂર હતી. અને ત્યારે કોઇએ તેમને ઉર્મિશનું નામ સજેશ કર્યુ હતુ. આટલી મોટી કલાકાર કોઇ અજાણ્યા સિંગર પર […]

Gujarat Others
Untitled 404 પાટડીના અંધ ગાયકને લતાદીદી સાથે ઘનિષ્ઠ ઘરોબો

આજે સૂરસામ્રાજ્ઞી લતાદીદીનો 92મો જન્મદિવસ છે, ત્યારે આજથી અંદાજે 25 વર્ષ અગાઉ લતા મંગેશકરની બહેન ઉષા મંગેશકરનો નવસારીમાં પ્રોગ્રામ હતો અને કોઇક કારણોસર તેમની સાથેનો મેલ સીંગર આવી શક્યો નહોંતો. જેથી ઉષાદીદીને તાત્કાલિક કોઇ સારા મેલ સીંગરની જરૂર હતી. અને ત્યારે કોઇએ તેમને ઉર્મિશનું નામ સજેશ કર્યુ હતુ. આટલી મોટી કલાકાર કોઇ અજાણ્યા સિંગર પર ભરોસો કરે તો કેવી રીતે કરે એટલે એમણે તરત શરત મૂકી કે, પહેલા તે સિંગરને મારે સાંભળવો પડશે. ત્યારે સુરત હોટલની રૂમમાં જ ઉષાદીદીએ ઉર્મિશને ધ્યાનથી સાંભળ્યા બાદ કહ્યું હતું કે, તે સ્વ.મુકેશની પધ્ધતિથી ગાય છે અને જ્યારે તે મારી સાથે પહેલી વખત સ્ટેજ પર આવ્યો ત્યારે તેનામાં ડરનો કોઇ છાંટો નહોતો. આજેય પાટડીના અંધગાયક ઉર્મિશ મહેતાને સૂરસામ્રાજ્ઞી લતાદીદી સાથે ઘનિષ્ઠ ઘરોબો છે. આજે પણ ઉર્મિશ તેમને માત્ર ફોન પર એટલું જ કહે કે, દીદી મેં ઉર્મિશ બોલ રહા હું’ તો સામેથી જવાબ મળે ‘હા બોલો ઉર્મિશ, કેસે હો’

ઉર્મિશ મહેતાનો જન્મ સને 1970માં સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી ખાતે થયો હતો. ઉર્મિશ જ્યારે માત્ર બે જ વર્ષનો હતો ત્યારે તેને એક કૂતરૂ કરડી ગયુ હતુ. જોકે હડકવાના ઇન્જેક્શનને લીધે કોઇ રીએક્શન આવતા પંદર જ દિવસમાં તેની બન્ને આંખો સામે કાયમ માટે અંધારૂ થઇ ગયું હતું.પરંતુ નાનપણથી જ સંગીતના શોખીન એવા અંધ ઉર્મિશને 1986માં શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં સમગ્ર ભારતમાં પ્રથમ આવ્યો હતો. અને 1987માં રાષ્ટ્રપતિ વેંકટરામનના હસ્તે તેનું સન્માન થયું હતુ.આ ગાળામાં ઉર્મિશની સંગીત સફરમાં વૈશાલી સામેલ થઇ હતી.

આ તરફ વૈશાલી ક્યારે ઉર્મિશ તરફ ખસી રહી હતી તે આજે પણ ખુદ વૈશાલીને પણ યાદ નથી પરંતુ સ્ટેજ ઉપર શો કરતા-કરતા વૈશાલીને ઉર્મિશમાં પોતાનાપણુ લાગવા લાગ્યું હતું અને કોઇ માણસ ના ગમે તેના એક હજાર કારણો હોઇ શકે પણ કોઇ ગમવા લાગે તેનું કદાચ કોઇ કારણ ના પણ હોય તેવું જ આ કિસ્સામાં પણ હતુ. વૈશાલીએ અંધ ઉર્મિશ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે વૈશાલીએ પોતાના પિતા અનંત નાયક અને માતા નૂતન નાયકને વાત કરી ત્યારે તેમની પર આભ તૂટી પડ્યું હતું. જો કે વૈશાલી મક્કમ હતી અને બન્નેના લગ્ન થયા. આજે બન્નેની સાથે ગાયેલ ગીતોની 40 જેટલી કેસેટો બજારમાં છે. જ્યારે એકલા ઉર્મિશની 100થી વધુ કેસેટો છે.ગૌરાંગ વ્યાસની સાથે બે ગુજરાતી ફિલ્મોમાં પણ ઉર્મિશે ગીતો ગાયા છે. આજે એમના બન્નેની પ્રેમની નિશાન સમા પુત્ર મિલાપને જોઇને કોઇને પણ તેમની ઇર્ષા થાય તે સ્વાભાવિક છે. આજે સૂરસામ્રાજ્ઞી લતાદીદીનો 92મો જન્મદિવસ છે, ત્યારે આજેય પાટડીના અંધગાયક ઉર્મિશ મહેતાને સૂરસામ્રાજ્ઞી લતાદીદી સાથે ઘનિષ્ઠ ઘરોબો છે. આજે પણ ઉર્મિશ તેમને માત્ર ફોન પર એટલું જ કહે કે, દીદી મેં ઉર્મિશ બોલ રહા હું’ તો સામેથી જવાબ મળે ‘હા બોલો ઉર્મિશ, કેસે હો’

પાટડીના અંધ ગાયક ઉર્મિશ અને એની જીવનસંગીની વૈશાલીની પ્રેમ કહાની પરથી ‘લવ ઇઝ બ્લાઇન્ડ’ નામની ગુજરાતી ફિલ્મ બની હતી. સુપર ડુપર હિટ નીવડેલી આ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્ર સહિત એવોર્ડની હારમાળા સાથે કુલ 10 એવોર્ડ મળ્યાં હતા. અને રાષ્ટ્રીય ચેનલ પર એમની પ્રેમ કહાની પર “અમર પ્રેમ” નામનો દોઢ કલાકનો કાર્યક્રમ પણ પ્રકાશિત થયો હતો.