Political/ રાજકોટમાં જીતના નશામાં નોટોની રેલમછેલ અને ટોળાશાહી, કોંગ્રેસે 10 ની તો ભાજપે 500 ની નોટો ઉડાડી

રાજકોટ જિલ્લામાં ભાજપના ઉમેદવારોની જીત થતાં તરત વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓએ રસ્તા વચ્ચે ઢોલના તાલે જુમીને વિજય સરઘસ કાઢ્યું હતું, જેનાથી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી અને નગરજનોને

Gujarat
money mater રાજકોટમાં જીતના નશામાં નોટોની રેલમછેલ અને ટોળાશાહી, કોંગ્રેસે 10 ની તો ભાજપે 500 ની નોટો ઉડાડી

રાજકોટ જિલ્લામાં ભાજપના ઉમેદવારોની જીત થતાં તરત વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓએ રસ્તા વચ્ચે ઢોલના તાલે જુમીને વિજય સરઘસ કાઢ્યું હતું, જેનાથી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી અને નગરજનોને પણ ટ્રાફિકની સમસ્યાને કારણે ત્રસ્ત થયા હતા.એક તરફ કોંગ્રેસના ટોળાએ 10-10ની નોટના બંડલ ઉડાડી જીતની ઉજવણી કરી હતી તેની સામે ભાજપના કાર્યકરોએ 500-500ની નોટના બંડલ ખુલ્લેઆમ ઉડાડી જીતની ઉજવણી કરી હતી. જ્યાં વિજેતા ઉમેદવાર દ્વારા રસ્તા વચ્ચે વિજયી થવાની ખુશીમાં માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર 500-500ની નોટ ઉડાડવામાં આવી હતી.

ચૂંટણી પરિણામ / Live Update: કોંગ્રેસના રકાસ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડા આપશે રાજીનામું

ભાજપના વિજેતા ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનોએ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. અહીં નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં તેવા પ્રશ્નો પ્રજા કરી હતી.એક તરફ રાજકોટમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં થયેલ મતદાનની મત ગણતરી શરુ કરી દેવામાં આવી હતી, ત્યારે વિવિધ બેઠકો પર અનુક્રમે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વિજયી બનતા તેઓ ખુલ્લેઆમ ટોળે વળીને જીતની ઉજવણી કરતા નજરે પડ્યા હતા.

RESIGNATION / ગુજરાત પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડા આપશે રાજીનામું

કોંગ્રેસનો આણંદપર બેઠક પર વિજય થતા કોંગી કાર્યકરોએ ઢોલના તાલે કાર્યકરોએ પૈસા ઉડાડી જીતની ઉજવણી કરી હતી. જેનાથી પ્રેરાયને રાજકોટના બેડી ગામ પર ભાજપની જીત થતા કાર્યકરોએ ખુલ્લે આમ 500-500ની નોટ ઉડાડી જીતની ઉજવણી કરી હતી. જીતનો જશ્ન ઉજવતા ભાજપના કાર્યકરોના ટોળે ટોળા ઉમટ્યા હતા જેથી ચારે તરફ ટ્રાફિકજામ થતાં લોકો પણ પરેશાન થયા હતા.

ચૂંટણી પરિણામ / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લહેરાયો ભગવો, કોંગ્રેસ વિપક્ષને પણ લાયક નથી : CM રુપાણી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…