Surat/ દારુની મહેફિલમાં છાકટા થઇ ડાન્સ કરતા હોમગાર્ડસ સામે અપાયા તપાસનાં આદેશ

સુરત ઓલપાડના દરિયા કિનારાની ઘટનાએ પોલીસ બેડામાં અને ખાસ કરીને હોમગાર્ડસમાં ચકચાર મચાવ્યો છે. આપને જણાવી દઇએ કે, સુરતનાં દરિયા કિનારે દારૂની મહેફિલનો એક વિડિયો વાયરલ થયો હતો

Gujarat Surat
daru દારુની મહેફિલમાં છાકટા થઇ ડાન્સ કરતા હોમગાર્ડસ સામે અપાયા તપાસનાં આદેશ

સુરત ઓલપાડના દરિયા કિનારાની ઘટનાએ પોલીસ બેડામાં અને ખાસ કરીને હોમગાર્ડસમાં ચકચાર મચાવ્યો છે. આપને જણાવી દઇએ કે, સુરતનાં દરિયા કિનારે દારૂની મહેફિલનો એક વિડિયો વાયરલ થયો હતો. ડભારીના બીચ પર દારૂ પીને યુવકો છાકતા બન્યા હતા. દારૂની મહેફિલનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં  વાયરલ થયો અને જોત જોતમાં ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. દારૂની મહેફિલમાં હોમગાર્ડના જવાનો પણ હોવાની ચર્ચા સાંભળવામાં આવી. ડભારી બીચ પર દારૂની બોટલ સાથે ફિલ્મી ડાન્સના દૃશ્યો સર્જાયા અને ઓલપાડ પોલોસની આબરુની લીલામ કરતી ઘટનાએ ઘાટ લીધો. મહેફિલની મજા માણતા સાયણ હોમગાર્ડ યુનિટના જવાનો હોવાની ચર્ચાએ વેગ પકડ્યુ અને તંત્ર પણ વાઇરલ વીડિયોને કારણે સફેળા જાગ્યું.

વાઇરલ વીડિયોનાં પડઘા એટલી હદે પડ્યા કે તંત્રની ઉંધ ઉડી અને સુરતના ડભારી દરિયે દારૂ મહેફિલ મામલામાં હોમગાર્ડના જવાન દારૂ સાથે ડાન્સ કરી રહ્યા હતા તે મામલે જિલ્લા ચીફ હોમગાર્ડ કમાન્ડોએ તાપસના આદેશ આપ્યા છે. ચીફ હોમગાર્ડ કમાન્ડો પ્રફુલ શિરોયાએ તપાસનાં આદેશ આપવાની સાથે સાથે વીડિયોમાં દેખાતા અને દારુ પી છાકટા થયેલા હોમગાર્ડના જવાનોને પોલીસ મથકમાં હાજર થવા આદેશ આપ્યા છે. સાથે સાથે ચીફ હોમગાર્ડ કમાન્ડો પ્રફુલ શિરોયાએ હોમગાર્ડના જવાનો સામે ખાતાકીય તપાસની પણ ચીમકી આપી દીધી છે.

જુઓ દારુની મહેફિલ અને છાકટા થયેલા લોકોનાં ડાન્સનો આ વીડિયો –

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…