Not Set/ INX Media Case : કાર્તિ ચિદમ્બરમને 20 કરોડ રૂપિયા પરત કરશે કોર્ટ, જાણો વિગત

કોંગ્રેસનાં સાંસદ અને આઈએનએક્સ મીડિયા કેસનો સામનો કરી રહેલા કાર્તિ ચિદમ્બરમ હવે કોર્ટમાં જમા કરાયેલા 20 કરોડ રૂપિયા પાછા ખેંચી શકે છે. કાર્તિ ચિદમ્બરમની એક અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે તેમને મોટી રાહત આપી છે. જણાવી દઇએ કે વિદેશ જવાની શરતે, સુપ્રીમ કોર્ટમાં 20 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા, જેને પાછા ખેંચવાની મંજૂરી મળી ગઈ […]

Top Stories India
Karti Chidmbaram INX Media Case : કાર્તિ ચિદમ્બરમને 20 કરોડ રૂપિયા પરત કરશે કોર્ટ, જાણો વિગત

કોંગ્રેસનાં સાંસદ અને આઈએનએક્સ મીડિયા કેસનો સામનો કરી રહેલા કાર્તિ ચિદમ્બરમ હવે કોર્ટમાં જમા કરાયેલા 20 કરોડ રૂપિયા પાછા ખેંચી શકે છે. કાર્તિ ચિદમ્બરમની એક અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે તેમને મોટી રાહત આપી છે. જણાવી દઇએ કે વિદેશ જવાની શરતે, સુપ્રીમ કોર્ટમાં 20 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા, જેને પાછા ખેંચવાની મંજૂરી મળી ગઈ છે. આઈએનએક્સ મીડિયા કેસમાં કાર્તિ ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટને આ રકમ જમા કરાવી હતી.

નોંધપાત્ર વાત એ છે કે આઈએનએક્સ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરમની વિદેશ જવાની શરતે 20 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 2019 નાં જાન્યુઆરી મહિના માટે 10 કરોડ અને મે મહિનામાં 10 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. પૈસા જમા કરાવ્યા બાદ તેમને વિદેશ જવાની છૂટ મળી હતી. જણાવી દઇએ કે, આઈએનએક્સ મીડિયા અને એરસેલ મેક્સિસ કેસમાં કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. તેમણે આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટ માટે યુ.એસ., જર્મની અને સ્પેનની મુલાકાત માટે ટોચની કોર્ટની મંજૂરી માંગી હતી. તેમને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી કારણ કે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ તેનો વિરોધ કર્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.