Not Set/ INX મીડિયા/ ચિદમ્બરમે HCમાં કરી જામીન અરજી, કહ્યું -“ED છબી બગાડવા માંગે છે”

INX મીડિયા કેસમાં જેલમાં રહેલા પૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. આ અરજીમાં તેમણે કહ્યું છે કે તેની ધરપકડ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો હેતુ સારો નથી અને આ બધુ તેમની છબીને દૂષિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે ચિદમ્બરમ હાલમાં 24 ઓક્ટોબર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં […]

Top Stories India
p chidambaram being sent to tihar jail 8413620a e35f 11e9 939f ba4a7f73df5c INX મીડિયા/ ચિદમ્બરમે HCમાં કરી જામીન અરજી, કહ્યું -"ED છબી બગાડવા માંગે છે"
INX મીડિયા કેસમાં જેલમાં રહેલા પૂર્વ નાણાં પ્રધાન અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. આ અરજીમાં તેમણે કહ્યું છે કે તેની ધરપકડ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો હેતુ સારો નથી અને આ બધુ તેમની છબીને દૂષિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે ચિદમ્બરમ હાલમાં 24 ઓક્ટોબર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે.
જણાવી દઈએ કે 18 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની જામીન પરની અરજીની સુનાવણી કરી હતી. ત્યારબાદ ચિદમ્બરમે દલીલ કરી હતી કે તે ભાગશે નહીં, જેથી ટોચની અદાલતના ન્યાયાધીશોએ એ તથ્યો પર વિચાર કરવો જોઇએ કે લુકઆઉટ નોટિસથી તેમને વિદેશ પ્રવાસ અટકાવવામાં આવ્યો હતો અને તેમણે દેશ છોડવાની વિનંતી કરી ન હતી.

ચિદમ્બરમ 17 ઓક્ટોબરથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે. CBIએ વિદેશી નાણાં મેળવવા માટે 2007 માં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIBP) દ્વારા 2007 માં મળેલી INX મીડિયા જૂથની મંજૂરીમાં અચોક્કસ હોવાનો આરોપ લગાવતાં, CBIએ 15 મે 2017 ના રોજ FIR નોંધાવી હતી. તે દરમિયાન ચિદમ્બરમ નાણાં પ્રધાન હતા. આ પછી, ઇડીએ આ મામલે 2017 માં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમનેફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામઅનેયુ ટ્યુબપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.